(સંજય પટેલ,જંબુસર)
વિશ્વકર્મા ભગવાન જે સ્થાપત્યના દેવ, કલાના મર્મજ્ઞ,સૌંદર્યના સ્વામી, અજોડ શિલ્પી,વાસ્તુ વિદ્યાના પ્રખર જ્ઞાતા એવા શ્રી વિશ્વકર્મા દાદાની જયંતિની ઉજવણી વિશ્વકર્માના સંતાનો દ્વારા આનંદ ઉત્સાહથી ઠેર ઠેર કરવામાં આવે છે.વિશ્વકર્મા એટલે જેમને પોતાના કર્મો દ્વારા વિશ્વનું નિર્માણ કર્યું તેથી વિશ્વકર્મા કહેવાય.
જંબુસર નગરમાં અંબાલાલ પંચાલે મંદિર બનાવવાનું સ્વપ્ન સેવ્યુ અને બંસી ભાઈ પંચાલ,ગમતી ભાઈ પંચાલ, સહિત વિશ્વકર્માના સંતાનો દ્વારા આ મંદિરનું નિર્માણ ૧૯-૦૪-૨૦૦૩ ના રોજ સ્વપ્ન સાકાર થયું અને મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ. જ્યાં વખતો વખત ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવી રહી છે.આ મંદિરમાં બિરાજમાન વિશ્વકર્મા દેવની મૂર્તિ સુદ્રઢ છે.મસ્તક ઉપર મુગટ છે, સફેદ દાઢી છે,ચાર હાથ છે જેમાં ગજ, કમંડળ,પુસ્તક, દોરી સહિત હંસ પર સવારી છે.આ ભવ્યાતી ભવ્ય મૂર્તિ જગતના સુખ,શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે છે .
આજે વિશ્વકર્મા જયંતિ મંદિર ખાતે ભવ્ય ઉમળકા સાથે ઉજવણી થઈ રહી છે.મંદિર ખાતે સવારે કેસર સ્નાન, પાદુકા પૂજન, સહિત વિધવાન બ્રાહ્મણના શાસ્ત્રોકત મંત્રોચ્ચાર થકી યજ્ઞ પૂજા વિધિ યોજાઈ હતી અને મહા આરતીનું આયોજન કરાયું હતું.આ પ્રસંગે વિશ્વકર્મા સેવા સમિતિ ગમતી ભાઈ પંચાલ, મહેન્દ્રભાઈ પંચાલ,ભુપેન્દ્રભાઈ પંચાલ,પ્રફુલભાઈ પંચાલ, મહેશભાઈ પંચાલ તથા જંબુસર શહેર તાલુકાના વિશ્વકર્મા સંતાન ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી દર્શન, યજ્ઞ પૂજા અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.