google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, April 14, 2024
HomeGujaratદેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરે મહાશિવરાત્રીએ ભાતીગળ ભવ્ય મેળો ભરાયો

દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરે મહાશિવરાત્રીએ ભાતીગળ ભવ્ય મેળો ભરાયો

- ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર્ર, મધ્યપ્રદેશના લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા - મહાશિવરાત્રીએ શિવની નહિ પરંતુ શકિતની પૂજા થાય છે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતા (યાહમોગી) ના મંદિરે મહાશિવરાત્રીએ ભવ્ય મેળો ભરાયો છે.8મી થી 12મી માર્ચ સુધી પાંચ દિવસનો આ મેળો ભરાયો છે.

પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને સ્ત્રીઓ આગવી શૈલીના અલંકારો સજીધજીને મેળો મહાલવા આવેલા આદિવાસીએ આદિવાસી સંસ્કૃતિને જીવંત કરી હતી.

ગુજરાતનું એક માત્ર નેપાળી શૈલીનું આ મન્દિર છે,જ્યા મહાશિવરાત્રીએ શિવની નહિ પરંતુ શકિતની પૂજા થાય છે.અહીં ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર્ર, મધ્યપ્રદેશના લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.

આદિવાસીઓએ ખેતીનો પહેલો પાક, ઉપરાંત નારિયેળ ચૂંદડી,અને પહેલીધારનો દેશી દારૂ પ્રસાદ તરીકે ધરાવ્યો હતો અહીં દરેકની બાધા આખડી માનતા પુરી થાય છે.શક્તિની આરાધના સમા પાંડોરી માતાને નૈવેધમાં નવા વાંસમાંથી બનાવેલ ટોપલીઓમાં ખેતીનો પહેલા પાક,ધાન્ય સહીત માનેલી માનતા આધારે ચીજ – વસ્તુઓ લાવીને માતાજીને અર્પણ કરીને પૂજા અર્ચના કરે છે.પ્રસાદ રૂપે મળેલ ધાન્યને અનાજના કોઠારમાં રાખે છે જે બારેમાસ ખૂટતું નથી એવી લોક વાયકાઓ છે.

આ ધાર્મિક સ્થળ માટે એમ કહેવાય છે કે પાંડવો અજ્ઞાતવાસ દરમ્યાન આ સ્થળે આવીને વસ્યા હતા.નેપાળના પશુપતિનાથ શૈલીનું એક માત્ર મંદિર અહીં દેવમોગરા ખાતે આવેલ છે.જો કે શિવ કે શિવરાત્રી સાથે કોઈ સંબંધ નથી છતા આ મેળો મહાશિવરાત્રીના રોજ ભરાય છે.

લાખોની સંખ્યામાં આદિવાસીઓ પોતાની બાધા આખડી માનતા પૂરી કરવા પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને સ્ત્રીઓ આગવી શૈલીના અલંકારો સજીધજીને  મેળા માં ઉમટ્યા હતા. પરંપરાગત મેળામાં આદિવાસી સંસ્કૃતિના દર્શન થાય છે.અહી શ્રધ્ધાળુઓ પૂજાપામાં ધનધાન્ય,મદીરા તેમજ પશુ પક્ષીઓ ચઢાવે છે,આદિવાસીઓએ બાધામાટે કાપડના ટુકડાથી ટોપલી બાંધીને શ્રધ્ધા પૂર્વક માથે મૂકીને કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને દર્શન કરીનેધન્યતા અનુભવી હતી.દેવમોગરા મંદિરે પહેલી ધારનો દેશી દારુ ચઢાવવાનો અનોખો રિવાજ પણ છે.આદિવાસીઓ બોટલમા પહેલી ધારનો દેશી દારુ પાંડોરી માતાને નૈવૈધ તરીકે ધરાવે છે.

ગુજરાત સરકાર દેવમોગરાને યાત્રાધામ તરીકે વિકસાવી રહી છે ત્યારે આ ધાર્મિક સ્થળનુ મહત્વ વધી ગયુ છે.બે હજાર ફૂટની ઉચાઇએ સાતપૂડાની રમ્ય ગીરીમાળામાં આવેલ આ મેળામા પગપાળા સંઘ દ્વારા બળદ ગાડામા વાહનો દ્વારા લાખોની સંખ્યામાં આદિવાસીઓ પોતાની બાધા આખડી માનતા પૂરી કરવા આવી પહોંચ્યા અહી શ્રધ્ધાળુઓ પૂજાપામાં ધનધાન્ય મદીરા તેમજ પશુ પક્ષીઓ ચઢાવે છે,આદિવાસીઓની બાધા માનવા કાપડના ટુકડાથી ટોપલી બાંધીને શ્રધ્ધા પૂર્વક માથે મૂકીને કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને દર્શન કરીનેધન્યતા અનુભવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!