Tuesday, February 27, 2024
spot_img
HomeGujaratરામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ખુશાલીમાં રાજપીપલામાં ભવ્ય શોભાયાત્રા નીકળી

રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ખુશાલીમાં રાજપીપલામાં ભવ્ય શોભાયાત્રા નીકળી

- તિલકવાડામાં વિશાળ બાઈક રેલી નીકળી જય શ્રી રામના નારાથી રાજપીપલા રામમય બન્યું - રામ ભક્તોએ હાથમાં રામ નામની ધજા ધારણ કરી કેસરીયો ખેસ ધારણ કરી બાઈક રેલીમાં મોટી સંખ્યામાં યુવકો જોડાયા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

આજે રામ લલ્લાંની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ખુશાલીમાં રાજપીપલામાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.તો તિલકવાડામાં પણ વિશાળ બાઈક રેલી લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી.આજે અયોધ્યામાં ભવ્ય રામમન્દીર ના નિર્માણ અને રામ લલ્લાંની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પૂર્ણ થતાં નર્મદા જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

શોભાયાત્રા રાજપીપલા નગરના મુખ્ય માર્ગ પર શ્રી રામનામની ધજા પતાકાઓ સાથે રામભક્તો મન મૂકીને નાચ્યાં હતા,ગરબાની રમઝટ પણ મહિલા ભક્તોએ જમાવતા જય શ્રી રામના નારાથી રાજપીપલા રામમય બન્યું હતું.

રાજપીપલાની આ શોભાયાત્રા લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી.જ્યારે તિલકવાડામાં પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે નીકળેલી બાઈક રેલી લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી.રામ ભક્તોએ હાથમાં રામ નામની ધજા ધારણ કરી કેસરીયો ખેસ ધારણ કરી બાઈક રેલીમાં મોટી સંખ્યામાં યુવકો જોડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!