google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratસમસ્ત હિંદુ સમાજ દ્વારા રામ નવમીએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું

સમસ્ત હિંદુ સમાજ દ્વારા રામ નવમીએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું

- મુસ્લિમ આગેવાનોએ છાશ-ઠંડા પાણીનું વિતરણ કર્યું

(વિજય વસાવા,નેત્રંગ)
ચૈત્ર સુદ નોમ એટલે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ જેને રામ નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે.જેની ભારતભરમાં ઠેર ઠેર ભવ્ય ઉજવણી સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો મહા આરતી કરવામાં આવતી હોય છે.
નેત્રંગ નગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૧૭/૦૪/૨૦૨૪ને બુધવારના રોજ રામ નવમીના દિવસે નેત્રંગ નગરમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ, (આર.એસ.એસ)તેમજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા યોજાયેલ શોભાયાત્રામાં રામ ભક્તો ઉત્સાહ ભેર જોડાયા હતા. સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું.
નેત્રંગ નગરમાં ગાંધી બજાર વિસ્તારમાં આવેલા શ્રી જલારામ મંદિર ખાતેથી બપોરે ૦૩:૦૦ કલાકે શોભાયાત્રા પ્રસ્થાન કરી તુલસી ફળિયામાં આવેલ શ્રી રણછોડજી મંદિર, જલારામ ફળિયું, જવાહર બજાર, ચાર રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડાજીની પ્રતમીના પુષ્પાંજલિ કરી, જીન બજાર રાધા કૃષ્ણ મંદિરે શોભાયાત્રાનું સમાપન કરવામા આવ્યું હતું.
નેત્રંગ નગરમાં ઠેર ઠેર ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતુ. જય જય શ્રીરામના ગગનભેદી નારાઓ નેત્રંગ નગર ગુંજી ઉઠ્યું હતું. નેત્રંગ નગરના જવાહર બજાર વિસ્તારમાં રહેતા ચિરાગ સોની તેમજ મિત્રન મંડળ, જયેશભાઈ માલી અને કલ્પેશ અગ્રવાલ દ્વારા પાણી અને છાશ ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ શોભાયાત્રામાં આંકરી ગરમી વચ્ચે નેત્રંગ લઘુમતી સમાજના આગેવાન અબ્દુલ રઉફ ઇબ્રાહિમ કાગઝી અને સૂર્યા મંડળ સભ્યો તેમજ સ્વયં સેવકો દ્વારા નેત્રંગ ચાર રસ્તા ખાતે છાશ-ઠંડા પાણીનું વિતરણ કરી કોમી એકતાના દર્શન કરાવી કોમી એકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને ભવિષ્યમાં હિન્દુ મુસ્લિમ તહેવારમાં આવી કોમી એકતા જળવાઈ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.જ્યારે શોભાયાત્રામાં નેત્રંગ પોલીસ મથકના પી.એસ.આઈ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!