(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ૧૮ મી જાન્યુઆરીના રોજ નવસારી જિલ્લાથી શુભારંભ થયેલ “વન સેતુ ચેતના યાત્રા”આજરોજ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આગમન થતા બાપા સીતારામ મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
કેવડી ખાતે જાહેરસભાને સંબોધન કરતા માન રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતુ કે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ વનબંધુઓનો વન વિભાગ સાથે ઘનિષ્ઠ સંબંધ જોડવાનો છે. વન વિભાગની ૩૪૯ સહભાગી વન વ્યવસ્થા મંડળીઓ કાર્યરતછે.આ મંડળીઓ તથા સ્વ સહાય જૂથો થકી આદિવાસી બહેનો સીતાફળ અને ચારોળીનું એકત્રીકરણ કરી વેચાણ કરે છે.તેમણે વધુમાં કહ્યું કે આમ વનવાસી બહેનો વન વિભાગ થકી વન સંરક્ષણ કરી પગભર બની છે. વન વિસ્તારમાં જોવા મળતા વાંસ વિશે વાત કરતા કહ્યું કે,વાંસ ઝુંડ સુધારણા થકી વનવાસી બંધુઓ આજીવીકા મેળવતા થયા છે.વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ અને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં છેવાડાના માનવીને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ આપી સમાજની મુખ્યધારા સાથે જોડવામાં આવ્યા છે. તેમણે ૧૪.૦૧.૨૪થી ૨૨.૦૧.૨૪દરમિયાન સ્વચ્છતા માં પ્રભુતા અંતર્ગત જિલ્લાના નાના મોટા તમામ મંદિરોમાં સાફ સફાઈ કરીસ્વચ્છતા રાખવા તથા તા.૨૨ મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને નિહાળવા સૌને જાહેરજનતાને અનુરોધ કર્યો હતો.
રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલે વરદ્દ હસ્તે ૩ કરોડના ખર્ચે તૈયાર થનાર નવિન ૨૫ આંગણવાડી કેન્દ્રોનું ઈ-ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લોકસભાના સાંસદ ગીતાબહેન રાઠવાએ પ્રરેક ઉદબોધન કર્યુ હતું. છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી, કવાંટ, પાનવડમાં સ્થાનિકોએ હર્ષ,ઉલ્લાસ સાથે વન સેતુ ચેતના યાત્રાનું સ્વાગત કર્યું હતુ.આ પ્રસંગે માન મંત્રીએ વન મંડળીના સભ્યો સાથે વાર્તાલાપ કર્યો હતો.
આ પ્રસંગે પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા,સંખેડા ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી,ભાજપા જિલ્લા સંગઠન પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા,જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબહેન પટેલ, રાજયસભાના સાંસદ નારણભાઈ રાઠવા,જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ,જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિહ,નિવાસી અધિક કલેકટર, પદાધિકારીઓ અને અધિકારીઓ તથા જાહેરજનતા ઉપસ્થિત રહી હતી.
વન સેતુ ચેતના યાત્રાના ત્રીજા દિવસે છોટાઉદેપુરના નસવાડી ખાતે ભવ્ય સ્વાગત
- મંત્રી મુકેશભાઈ પટેલના વરદ્દ હસ્તે નવિન ૨૫ આંગણવાડી કેન્દ્રોનું ઈ-ખાતમુહુર્ત