google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, April 15, 2024
HomeGujaratજાંબુઘોડા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂત મંડળની ચૂંટણીમાં ભાજપાના ૧૦ ઉમેદવારનો...

જાંબુઘોડા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂત મંડળની ચૂંટણીમાં ભાજપાના ૧૦ ઉમેદવારનો ભવ્ય વિજય

- ચૂંટણીમાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં કોંગ્રેસ પેનલની કારમી હાર થતા ભાજપા પેનલનો વિજય થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ

(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)

પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂત મંડળની સામાન્ય ચૂંટણીમાં આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી કરવામાં આવી હતી.ખેડૂત મંડળની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં કોંગ્રેસ પેનલની કારમી હાર અને ભાજપા પેનલનો ઝળહળતો વિજય થતા ભાજપા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.જ્યારે જાંબુઘોડા તાલુકામાં સહકારી મંડળીઓમાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં એક સમયના દિગ્ગજ કોંગ્રેસી ઉમેદવારોનો પણ કારમો પરાજય થયો હતો.આ ચૂંટણીમાં ૨૬ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી ૬ જેટલા ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા.જેમાં બંને પેનલમાં ૧૦ – ૧૦ ઉમેદવારોએ ભાગ લીધો હતો.જ્યારે આ ખેડૂત મંડળમાં ૯૭ જેટલા મતદારોમાંથી ૮૮ જેટલા મતદારોએ મતદાન કર્યું હતું.જેની ગણતરી થતા તેમાં ત્રણ વોટ રદ્દ થયા હતા.જ્યારે ૯ જેટલા મતદારોએ મતદાન કર્યું ન હતું.જ્યારે આજરોજ ચૂંટણી પ્રક્રિયામાં મતગણતરી થતાં ભાજપ તરફી મતદાન વધુ નીકળતા ભાજપ પેનલનો ભવ્ય વિજય થયો હતો.આ સામાન્ય ચૂંટણીમાં ભાજપનો ઝળહળતો વિજય થતા કોંગ્રેસમાં હડકપ મચી જવા પામી હતી.જ્યારે મતગણતરીમાં વિજય ઉમેદવારો જાહેર થતાં જ વિજેતા ઉમેદવારો તેમજ તેમના સમર્થકો દ્વારા ડી જે મંગાવી ફટાકડા ફોડી આતસબાજી કરી જય શ્રી રામના નારા સાથે વિજય સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું.આ ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોને આ મતવિસ્તારના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તેમજ જીલ્લા ભાજપમાં મહામંત્રી મયંકકુમાર દેસાઈ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!