ભરૂચ,
મુખ્યમંત્રી ધ્વારા લોકસુખાકારી વધારવા માટે લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજવામાં આવે છે. માહેઃ ફેબ્રુઆરી-૨૦૨૪ ના માસમાં તા. ૨૨/૦૨/૨૦૨૪ ના રોજ જિલ્લા સ્વાગત તથા તા. ૨૧/૦૨/૨૦૨૪ ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાવાનો હોય, ફરિયાદ અરજી ૧ થી ૧૦ તારીખ સુધીમાં ઓનલાઈન https:swagat.gujarat.gov.in પ્લેટફોર્મનો ઉપયોગ કકરી પોતાની રજુઆતો/ફરિયાદો/ પ્રશ્નોને તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં ઓનલાઇન રજૂ કરી શકે છે અથવા અત્રેની કચેરીમાં રૂબરૂ/ટપાલમાં બે નકલમાં મોકલવાની રહેશે.જેમાં અરજદારે અરજીના મથાળે ફરિયાદ નિવારણ કાર્યક્રમ એમ લખી, અરજીઓ બે નકલમાં સુવાચ્ય અક્ષરોમાં ફુલસ્કેપ કાગળ ઉપર પોતાનો ટેલીફોન/ મોબાઈલ નંબર લખી કરવી. પોસ્ટકાર્ડ કે આંતર પ્રદેશીય પત્રો પર અરજી કરવાની નથી.અરજદારે પોતાનો પ્રશ્ન જાતે રજુ કરવો. બીજાનો પ્રશ્ન રજૂ કરવો નહી અરજીમાં એક જ વિષય અને એક જ કચેરીને લગતી બાબતનો સમાવેશ કરવાનો રહેશે.અરજીમાં ફરિયાદને લગતી કચેરીનું નામ પણ સ્પષ્ટ જણાવવાનું રહેશે.અગાઉ જે તે ખાતામાં કરેલ અરજીનો નિયમસર નિકાલ ન થતો હોય તેમજ આ અંગે અગાઉ તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણના કાર્યક્રમમાં પ્રશ્ન રજુ કરેલ હોય, પરંતુ નિકાલ થયેલ ન હોય તેવી અરજી રજુ કરવાની રહેશે. કોર્ટને લગત, નોકરીને લગતી બાબતો,પેન્શન, રહેમરાહે નોકરી જેવા મહેકમ વિષયક પ્રશ્નો તેમજ
પ્રથમ વખતની અરજીની બાબતો લેવામાં આવશે નહિ.
આ કાર્યક્રમના ભાગરૂપે ૨૧ મી ફેબ્રુઆરી ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે ભરૂચ જિલ્લા કલેકટર ભરૂચ (ગ્રામ્ય) તાલુકામાં, ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી ઝઘડીયા તાલુકામાં તથા ભરૂચ પોલીસ અધિક્ષક જંબુસર તાલુકામાં, મામલતદાર કચેરીમાં, તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂં સાંભળી નિરાકરણ કરશે.વધુમાં હાંસોટ તાલુકામાં પ્રાયોજના વહીવટદાર ભરૂચ, અંકલેશ્વર તાલુકામાં આસી.કલેકટર અંકલેશ્વર, વાગરા તાલુકામાં જિલ્લા આયોજન અધિકારી ભરૂચ, નેત્રંગ તાલુકામાં ના.કલેકટર ઝઘડીયા,આમોદ તાલુકામાં ના.કલેકટર જંબુસર, વાલીયા તાલુકામાં ના.કલેકટર સ્ટેમ્પ ડયુટી ભરૂચ, ભરૂચ (સીટી) તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી(પંચાયત), ભરૂચ હાજર રહેશે એમ કલેકટર ભરૂચની એક અખબારી યાદીમાં જણાવેલ છે.
લોકસુખાકારી વધારવા માટે લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
- ભાગ લેવા માટે અરજદારે દર મહિનાની ૧૦ મી સુધીમાં અરજી મોકલી આપવી : ૨૨ મી ફેબ્રુઆરીના રોજ જિલ્લા સ્વાગત યોજાશે - ૨૧ મી ફેબ્રુઆરીના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વર્ગ-૧ ના અધિકારીઓ હાજર રહેશે