(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
સમગ્ર સનાતન હિંદુ ધર્મ નો આસ્થા નું કેન્દ્ર એવા નવનિર્મિત શ્રી રામ જન્મભૂમિ મંદિર અયોધ્યાની જાન્યુઆરીમાં પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ ખૂબ મોટી સંખ્યામાં દેશ અને વિદેશ માંથી ધર્મપ્રેમીઓ અયોધ્યા ખાતે પહોંચી રહ્યા છે.અયોધ્યા સુધી પહોંચવા માટે રેલવે વિભાગ દ્વારા ખાસ આસ્થા ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે.આજરોજ ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના યુવા રામ ભક્તોનું એક ગ્રુપ અયોધ્યા ખાતે રામલલ્લા ના દર્શન કરવા રવાના થયું છે પ્રાણ પ્રતિષ્ઠા બાદ રાણીપુરા ગામમાંથી પ્રથમ વખત આ યુવાનો ટ્રેન મારફતે અયોધ્યા પહોંચવાના હોય તેમના પરિવારજનો તથા ગ્રામજનો તેમના યાત્રા પ્રસ્થાન વેળા જગન્નાથ મહાદેવ મંદિર ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વડીલોએ યુવાનોને આશીર્વાદ આપી અયોધ્યા ખાતે જવા માટે રવાના કર્યા હતા આજે બપોરે ૪ કલાકે તેઓ આસ્થા ટ્રેન મારફતે રવાના થઈ ૨૯.૨.૨૪ સવારે ૪.૨૫ કલાકે અયોધ્યા ખાતે પહોંચશે અને રામલલ્લાના દર્શન કરી ૧.૩.૨૪ ના રોજ સવારે ૧.૩૦ કલાકે ભરૂચ આવવા રવાના થશે જે ૩.૩.૨૪ ના રોજ સવારે ૧.૩૦ કલાકે ભરૂચ ખાતે પહોંચશે.