google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, June 25, 2024
HomeGujaratએમ આર આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ રાજપીપળામાં ગુજરાત સાંસ્કૃતિક વકૃત્વ સ્પર્ધાનું આયોજન...

એમ આર આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ રાજપીપળામાં ગુજરાત સાંસ્કૃતિક વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું

- વિવિધ વિષયો ઉપર આઠ જેટલા વિદ્યાર્થીઓ એ વક્તવ્ય રજુ કર્યું

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ભરૂચ જીલ્લા આદિવાસી સેવા સંધ કેળવણી મંડળ દ્વારા સંચાલિત મહારાજા રાજેન્દ્રસિંહજી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં કૉલેજ સ્તરે ગુજરાત સાંસ્કૃતિક વકૃત્વ સ્પર્ધાનું આયોજન કૉલેજ પ્રાચાર્યશ ડૉ.એસ જી માંગરોલાની અધ્ય્ક્ષતા હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના (એન. એસ. એસ.) વિભાગ દ્વારા સફળતા પુર્વક કરવામાં આવ્યું હતું.વકૃત્વ સ્પર્ધા માં નિર્ણાયક તરીકે કૉલેજ ના અંગ્રેજી વિભાગના અધ્ય્ક્ષશ પ્રો.વી પી રાજ અને કેમેસ્ટ્રી વિભાગના પ્રા.ડૉ. મનીષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.વકૃત્વ સ્પર્ધાના વિષય “સ્વચ્છ સાયબર ભારત”, “ચારિત્ર્ય નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ”, “શીલ સંસ્કૃતિ અને સદાચાર રક્ષા”, “વર્તમાન સમયની અનિવાર્યતા મુલ્ય શિક્ષણ” અને “રાષ્ટ્રીય સેવા યોજના: એક ભારત – શ્રેષ્ઠ ભારત” રહ્યા.જેમાં કુલ આઠ વિદ્યાર્થીઓ એ ભાગ દીધો. તેમાં એફ.વાય.બી.એસ.સી માંથી સામ્યા સઈદ અહેમદ ખત્રી પ્રથમ સ્થાનેરહી બેસ્ટ સ્પિકર ઓફ કૉલેજ ખિતાબ મેળવ્યો હતો.દ્વિતીય ક્રમે એફ.વાય.બી.એસ.સી માંથી મિતાલીબેન ધર્મેન્દ્રસિંહ ચૌહાણઅને ટી.વાય.બી.એસ.સી માંથી રમેશભાઈ કાશીરામભાઈ વસાવા એ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું. નિર્ણાયક અને કૉલેજ પ્રાચાર્ય એ સ્પર્ધકોને ધ્યાનપૂર્વક સાંભળીને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું. વધુમાં હવે વિજેતાઓં ઝોન સ્તરે ભાગ લેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!