ભરૂચ,
ભરૂચ જીલ્લાના હાંસોટના મૂળ વતની અને હાલમાં સુરત ખાતે સ્થાયી થયેલા શેખ પરિવારની પુત્રીએ ગુજરાત આર્મ રેસલિંગ ચેમ્પિયન શીપમાં સતત ચોથી વખત ચેમ્પિયન બની હાંસોટ અને સુરતનું નામ રોશન કરતા પરિવારજનોમાં ખુશી જોવા મળવા સાથે હાંસોટના ગ્રામજનો વિજેતા થવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
અમદાવાદ ખાતે તાજેતરમાં જ મણિનગરમાં મુક્ત જીવન ઓડિટોરિયમમાં ગુજરાત આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપ સ્પર્ધા યોજાઈ હતી.આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત માંથી અનેક સ્પર્ધકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.જેમાં વુમન સિનિયર કેટેગરીમાં મુળ ભરૂચ જીલ્લાના હાંસોટનાં વતની અને હાલ સુરત ખાતે રહેતા શૈખ સાનિયાએ ભાગ લીધો હતો.જેમાં તેણે ઉત્કૃષ્ટ દેખાવ કરીને સતત ચોથી વખત બે ગોલ્ડ મેડલ મેળવવાની સાથે જ ગુજરાત ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કરી સમગ્ર સુરત શહેર તથા હાંસોટ તાલુકાનું નામ રોશન કર્યું હતું.તેણી સતત ચોથી વખત વિજેતા બનતા તેના પરિવારજનો અને હાંસોટના ગ્રામજનો આગેવાનોએ સમાજને ગર્વ અપાવવા બદલ શુભેચ્છા પાઠવવા સાથે અભિનંદન આપ્યા હતા.