google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 24, 2024
HomeGujaratરામોત્સવના ચોથા દિવસે હરિપ્રબોધમ સત્સંગ સભા યોજાઈ

રામોત્સવના ચોથા દિવસે હરિપ્રબોધમ સત્સંગ સભા યોજાઈ

(સંજય પટેલ,જંબુસર)

સંવત ૨૦૮૦ ના ચૈત્ર સુદ નોમને બુધવાર તારીખ ૧૭/૦૪/૨૦૨૪ ના રોજ પ્રભુ શ્રીરામનો જન્મદિનની ઉજવણી વીએચપી, બજરંગ દળ જંબુસર દ્વારા ધામધૂમથી હર્ષલ્લાસ સાથે કરવામાં આવનાર હોય તારીખ ૦૯/૦૪/૨૦૨૪ થી ૧૬/૦૪/૨૦૨૪ સુધી ભવ્ય રામોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. આજે રામોત્સવના ચોથા દિવસે શ્રી હરિપ્રબોધમ આત્મીય સત્સંગ મંડળ જંબુસરની સત્સંગ સભા યોજાઈ હતી.જેમાં વીએચપી ભરૂચ જિલ્લા સહમંત્રી ભુપેન્દ્રભાઈ પંચાલ, તાલુકા પ્રમુખ કમલેશભાઈ ટેલર, અધ્યક્ષ હિતેશભાઈ પ્રજાપતિ, બજરંગ દળ શહેર પ્રમુખ જીગરભાઈ ગાંધી,તાલુકા મંત્રી વિપુલભાઈ ગાંધી,અગ્રણી ગોવિંદભાઈ પટેલ,મકનજીભાઈ પટેલ, કિશોરભાઈ જડિયા,બળવંતભાઈ જાદવ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

બળવંતભાઈએ પોતાના વક્તવ્યમાં ભગવાન શ્રીરામ, હનુમાનજી,વીર શહીદ ભગતસિંહના પ્રસંગો સહિત સમજાવ્યું રામાયણના પાત્રોની વિશેષ છણાવટ સાથે સમજૂતી આપી રમુજી અને માર્મિક પ્રસંગો સાથે પોતાની આગવી શૈલીમાં વક્તવ્ય આપી મનુષ્ય જીવનમાં પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ અને રાષ્ટ્રભક્તિની વાત કરી કળીયુગમાં કીર્તન ભક્તિ શ્રેષ્ઠ ગણાય છે. તેમ જણાવ્યું હતું.આત્મીય સત્સંગ મંડળ જંબુસર દ્વારા સુંદર ભજનોની રમઝટ બોલાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.સદર સત્સંગ સભામાં કલ્પેશભાઈ પટેલ, નિરંજનભાઇ પટેલ, રાજુભાઈ ગાંધી,અનિલભાઈ ગાંધી સહિત મોટી સંખ્યામાં રામભક્ત ભાઈ – બહેનો હાજર રહ્યા હતા.સભાનું સફળ સંચાલન આશિષભાઈ ગાંધી દ્વારા કરાયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!