google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, September 9, 2024
HomeGujaratકલીયારી ખાતે હરીપ્રબોધમ સ્નેહમિલન યોજાયું

કલીયારી ખાતે હરીપ્રબોધમ સ્નેહમિલન યોજાયું

- પ્રાદેશિક સંત શ્રીજી ચરણ સ્વામી,સાધુ સૌરભ સ્વામી, તીર્થબાપા, નિરંજન સ્વામી, શ્રુહદ સ્વામી સહિત સંતો પધાર્યા

(સંજય પટેલ,જંબુસર)

સુહદ સમ્રાટ ગુરુહરી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીને જેમણે રોમે રોમ ધારણ કર્યા છે.પળે પળ વહન કરી રહ્યા છે,એવા પ્રગટ ગુરુ હરી પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજીના દિવ્ય સાનિધ્યમાં કલ્યારી ખાતે હરિપ્રબોધમ સ્નેહમિલન યોજાયું હતું.જેમાં પ્રાદેશિક સંત શ્રીજી ચરણ સ્વામી,સાધુ સૌરભ સ્વામી, તીર્થબાપા, નિરંજન સ્વામી, શ્રુહદ સ્વામી સહિત સંતો પધાર્યા હતા.સ્નેહમિલન સમારંભના પ્રારંભે મકનજી પટેલ પરિવાર દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.

પ્રબોધ સ્વામીએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે પહેલાંના સમયમાં રોડ નહોતા તેવા સમયે હરિપ્રસાદ સ્વામીએ જંબુસર તાલુકામાં વિચરણ કર્યું છે.તેમ કહી છીદ્રાના નટુભાઈ ને યાદ કર્યા હતા.પહેલા સ્વામીજી બિયારણ વાવીને ગયા છે.તેનું ફળ છે અને તે સેવાનો લાભ મળી રહ્યો છે.આપણને કોણ મળ્યું છે, તેના કેફમાં રહેવું જોઈએ,જંબુસર તાલુકો કે હરિપ્રસાદ સ્વામીજીની પ્રસાદીની ધરતી છે તેમ જણાવી યોગીજી મહારાજના પ્રસંગની વાત કરી સાધન વતે કલ્યાણ છે તે કોષ જોડી ખેતી કરવા જેવું છે.તપ,ધ્યાન, યજ્ઞના થાય તો ભગવાન કેમ રાજી થાય અને જીવનું કલ્યાણ કરવું હોય તો કયો રસ્તો છે.તો તેના માટે ભગવાને સંબંધે કલ્યાણ કહ્યું છે તેમ કહી સ્વામિનારાયણ ભગવાનનો પ્રસંગની વાત કરી આપણને સમર્થ હરીપ્રસાદ સ્વામીજીની ગોદ મળી છે અઠવાડિક સત્સંગ સભામાં જવા જણાવ્યું અને પ્રાણ જાય પર સભા ના જાય તે અંગે મુંબઈ અને અમદાવાદના પ્રસંગો વર્ણવી અઠવાડી સત્સંગ સભાનું મહત્વ સમજાવ્યું યુવાનોજૉ આડા માર્ગે જતા હોય તો તે સોશિયલ મીડિયાથી થાય છે.મોબાઈલનો દુરુપયોગ ટાળી સદ ઉપયોગ કરવા, ભગવાનને રાજી કરવા હોય તો સદ માર્ગે ચાલવા પ્રબોધ સ્વામીએ જણાવ્યું હતું. 

નિરંજન સ્વામીએ માનવ જાતિ ઉપર ભગવાનની અસીમ કૃપા શું ભગવાનની મૂર્તિ આપણા પર પ્રસન્ન થાય છે ત્યારે જેમાં પોતે પ્રગટ હોય તેવા સાધુની ગોદ આપે છે અને એવા સાધુ સાથે મેળાપ થયો છે તો આપણા પુણ્યનો પાર ના કહેવાય ગુરુ હરિપ્રસાદ સ્વામીજી ને પોતામા નખશીખ પધાર્યા છે,તેવા પ્રબોધ સ્વામી આપણા અંતરને અનિર્દેશ બનાવી હરિપ્રસાદ સ્વામીની મૂર્તિ આપણામાં સમાવવા આવ્યા છે.એ આપણી પ્રાર્થના સાંભળી સંકલ્પો પૂરા કરે એ આશીર્વાદ,દર્શન તેમના તરફની યાત્રા કરવા પ્રેરણા આપે છે.તેમ કહી હરિપ્રસાદ સ્વામીજીના પ્રસંગો વર્ણવી આપણે કોની ગોદમાં બેઠા છે તે અંગે સમજાવ્યું આ ગુરુ કથીરને કંચન બનાવે અને આત્માની રક્ષા કરે છે.સ્વામીજીએ આપણા આત્માને મંદિર બનાવવાનું કાર્ય કર્યું છે,પ્રબોધ સ્વામી તેમાં પ્રાણ પુરશે અને અક્ષરધામ નું સુખ આપશે તે માટે નિર્વિકલ્પ પણે ૩૦ મિનિટનું ભજન કરવા જણાવ્યું.બે સારા ભગવદી,પ્રાદેશિક સંત સાથે દોસ્તી અને અઠવાડિક સભાની વાત કરી હતી.

સૃહદ સ્વામીએ જણાવ્યું હતું કે આપણે જેવા ધારીએ તેવા બનીએ, કારણ આપણને સમર્થ માવતર મળ્યું છે. તથા ભગવાન સ્વામિનારાયણે આપેલ અદભુત વરદાનોની સવિસ્તાર સમજ આપી ભગવાનના પવિત્ર સંતનો સમાગમ કરવો,તમે ગુરુહરીના ગમતામાં નિરંતર વર્તો છો અમે હરિપ્રસાદ સ્વામીને ગમે તેવો સૃહદ ભાવ કેળવી એવી પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરવા ભક્તોને જણાવ્યું.આગામી જાન્યુઆરીમાં યુવા મહોત્સવ અમદાવાદની ધરતી પર ઉજવણી થનાર છે તો તેમાં પધારવા નિમંત્રણ પાઠવ્યું અને મધ્ય ૨૮,૪૧ પ્રમાણે સેવા કરવા જણાવ્યું હતું.

હરી અક્ષર પ્રદેશમાં હરી આવ્યા છે.હરિપ્રસાદ સ્વામીજીએ આ કલીયારી ગામને તીર્થત્વ આપ્યું છે.કોઈનું જોશો નહીં,વિચારશો નહીં,નોંધશો નહીં, દાસ બનીને,ભૂલકું બનીએ તમારી સાથેના સંબંધમાં ઓટના આવે, દિનપ્રતિદિન અમારી આત્માની યાત્રા નિરંતર ચાલે તેવી પ્રાર્થના કરવા પ્રાદેશિક સંત શ્રીજી ચરણ સ્વામીએ જણાવ્યું હતું.

સ્નેહમિલન સમારંભમાં મોટી સંખ્યામાં સત્સંગી ભાઈ બહેનો હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!