(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
અયોધ્યા રામ મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે સાંસદ મનસુખ વસાવાએ પ્રાર્થના કરી હતી.આ પ્રસંગે રાજપીપલા હરસિધ્ધિ મંદિરે સાંસદ મનસુખ વસાવાના હસ્તે ગાયના છાણ માંથી બનાવેલા દીવડાનું ભક્તોને વિતરણ કરાયુ હતું.
22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામલલ્લાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે નર્મદામાં પણ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.જેનાં ભાગરૂપે આજે નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદા દ્વારા ગાયના છાણ માંથી બનાવેલા દીવડાનું ભક્તોને વિતરણ કરાયુ હતું. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા સાંસદ મનસુખ વસાવાના વરદ હસ્તેના હસ્તે ગાયના છાણ માંથી બનાવેલા દીવડાનું ભક્તોને વિતરણ કરાયુ હતું અને આવતીકાલે સૌ ભક્તોને ઘરે ઘરે દીવડા પ્રગટાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ આવતીકાલના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે માં હરસિદ્ધિને પ્રાર્થના કરી હતી અને જણાવ્યું હતું કે આજે અમે ભાજપાના આગેવાનો સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં તેઓ જાતે બેસવાના છે.તારા પ્રતિષ્ઠા મહોત્સવમાં કોઈ વિઘ્ન ના આવે અને તમામ વિઘ્નો દૂર થાય તે માટે અને વિધિ વિધાન સાથે રામલલ્લા ત્યાં બિરાજે તે માટે આજે અમે નવગ્રહ દેવી દેવતાં ગણપતિબાપા સિદ્ધિ વિનાયકની પૂજા રાખી છે અને હું આરાધના કરું છું કે નરેન્દ્ર મોદીના મિશનમાં કોઈ પણ પ્રકારનો વિઘ્ન ન આવે અને તમામ વિઘ્નો દૂર થાય એવી પ્રાર્થના કરી હતી.
રાજ્યના શ્રેષ્ઠ ગૌ પશુપાલક વિજેતા ગૌ પશુપાલક રાજેશભાઈ વસાવાએ ગાયના છાણ માંથી બનાવેલા 1000 થી વધુ દીવડાઓનું નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદાના નેજા હેઠળ રાજપીપલા હરસિધ્ધિ માતા મંદિરે વિના મુલ્યે દીવડાઓ નું વિતરણ કરી 22મીએ ઘરે ઘરે દિવા પ્રગટાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદાના પ્રમુખ દીપક જગતાપ,મહામંત્રી રાજેશ વસાવા તેમજ નાંદોદ તાલુકા પ્રમુખ હેમરાજસિંહ વસાવા,મહામંત્રી પ્રવીણસિંહ ગોહિલ,મંત્રી હિરાજ વસાવા તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદ મનસુખ વસાવાના હસ્તે ગાયના છાણ માંથી બનાવેલા દીવડાનું રાજપીપલા હરસિધ્ધિ મંદિરે ભક્તોને વિતરણ કરાયુ
- સાંસદ મનસુખ વસાવા અયોધ્યા રામ મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે પ્રાર્થના કરી