google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratનર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત એક ધારો ભારે વરસાદ

નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત એક ધારો ભારે વરસાદ

- રાજપીપળામાં નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાયા : સતત વરસાદ ચાલુ રહે તો ખેતીના પાકને નુકસાન થવાની શક્યતા

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત એકધારો ભારે વરસાદ વરસવાથી રાજપીપળામાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.મુખ્ય માર્ગના રોડ પર નદી પટમાં ફેરવાઈ ગયા છે.

ખાસ કરીને સતત ભારે વરસાદ થવાના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે.જો વરસાદ બંધ નહીં રહે અને સતત વરસાદ ચાલુ રહે તો ખેતીના પાકને નુકસાન થવાની શક્યતા છે.સતત વરસાદને કારણે ખેડૂતો ખેતરમાં જઈ શકતા નથી જેને કારણે નુકસાનીની નોંધ લઈ શકાતી નથી.

નર્મદા જિલ્લામાં સતત ભારે વરસાદનું કારણે સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

નર્મદા જિલ્લાનાં કુલ વરસાદની વાત કરીએ તો સૌથી વધારે વરસાદ નાંદોદ તાલુકામાં ૨૦૦ મી.મી વરસાદ નોંધાયો છે.જયારે તિલકવાડા તાલુકામાં ૧૫૪ મી.મી, ડેડીયાપાડા તાલુકામાં ૧૬૧ મી.મી, સાગબારા તાલુકામાં ૧૮૯ મી.મી તથા ગરુડેશ્વર તાલુકામાં ૬૨ મી.મી મળી જિલ્લાનો કુલ ૭૬૯ મી.મી કુલ વરસાદ અને ૧૫૩.૮૦ મી.મી સરેરાશ વરસાદ નોંધાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!