google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratરાજપીપલા શહેરમાં ધોધમાર વરસાદનું આગમન : Sou અને એકતા નગરમાં ભારે પવન...

રાજપીપલા શહેરમાં ધોધમાર વરસાદનું આગમન : Sou અને એકતા નગરમાં ભારે પવન સાથે ધમાકેદાર વરસાદ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

મોડી સાંજે રાજપીપળાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળા ભમમ્મર વાદળો ઘેરાયા બાદ રાજપીપલામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો.ધોધમાર વરસાદ બાદ રાજપીપળામાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.રાજપીપલામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જેને કારણે લોકોમાં દોડધામ મચી ગઈ હતી. 

જોકે નર્મદા પંથકમાં ખેતી લાયક સારા વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.ખાસ કરીને ઉનાળુ પાકને જીવતદાન મળી જતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.આજે ૪૦ થી ૪૨ ડિગ્રી વચ્ચે સારો વરસાદ થતા વાતાવરણમાં ઠંડકથી લોકોમાં રાહત ની લાગણી જોવા મળી હતી.ગરમીથી રાહત થતા શહેરવાસીઓ ખુશખુશાલ થયા હતા. બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગરમાં ભારે પવન સાથે ધમાકેદાર વરસાદ થયો હતો ગરમીમાં ભારે રાહત થતા પ્રવાસીઓ ગેલમાં આવી ગયા હતા.નર્મદામાં રાજપીપલા ઉપરાંત સાગબારા ડેડીયાપાડા વિસ્તારમાં પણ સારો વરસાદ થયાના અહેવાલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!