google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 22, 2024
HomeGujaratનર્મદામાં વાવાઝોડા સાથે વરસાદે સર્જી ભારે તારાજી : ૫૦૦ થી વધુ એકરમાં...

નર્મદામાં વાવાઝોડા સાથે વરસાદે સર્જી ભારે તારાજી : ૫૦૦ થી વધુ એકરમાં કેળના પાકને લાખોનું નુકશાન

- નાંદોદ તાલુકામાં ગાજવીજ સાથે તોફાની વરસાદમાં કેળ,કેરી,પપૈયાના પાકને ભારે નુકશાન : સરકાર સર્વે કરી નુકસાનીનું વળતર અપાવે તેવી માંગ - ગુવાર,માંગરોળ,રામપુરા,શહેરાવ,ગોપાલ પુરા ગામમાં ૫૦૦ થી વધુ એકર કેળના પાકને લાખોનું નુકશાન ગુવાર ગામે ગરીબ શ્રમજીવીના મકાનના છાપરા ઉડતા ઘર વિહોણા બન્યા ગરીબો : ઘર વખરીને ભારે નુકશાન

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
નર્મદામાં ગઈ કાલે સાંજથી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી.નર્મદા જીલ્લામાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.નર્મદા જીલ્લામાં પણ રાજપીપળા,કેવડિયા સહિતના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.જોકે આ પ્રથમ વરસાદે રાજપીપલા સહીત નર્મદા જીલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદથી વિનાશ વ્યાપ્યો છે.નર્મદા માં પહેલા વરસાદમાં જ મોટા ભાગના ખેડૂતોના કેળના ખેતરોમાં સર્જાયો સર્વત્ર વિનાશ જે કેરી,કેળ અને પપૈયાના ઉભા મોટું નુકસાન થયું છે.
જોકે આ વરસાદે માત્ર ખેડૂતો જ ને નહિ પરંતુ સ્થાનિક ગરીબોને પણ રડાવ્યા છે.જે લોકોના કાચા મકાનોના છાપરા ઉડયા છે આજે તેઓ ઘર વિહોણા થઈ ગયાં છે.જે લોકો હવે ઘરની બહાર રહેવા મજબુર બન્યા છે.આજે એક તરફ ખેતીમાં નુકસાન અને બીજી બાજુ ઘરની બરબાદી. ગરીબો હવે જાયે તો જાયે કહાં? જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે.

નર્મદામાં ખાસ કરીને ગુવાર, માંગરોળ, રામપુરા,શહેરાવ, ગોપાલ પુરા ગામમાં ૫૦૦ થી વધુ એકર કેળના પાકને લાખોનું નુકશાન જોવા મળ્યું છે.આ ખેડૂત પોતાની રોજગારી માટે ખેતર માં કેળ ની ખેતી પાછળ ખાતર પાણી દવા સાથે મહેનત મજૂરી દેવું કરીને તૈયાર થયેલા કેળના હજારો ઠડીયા જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યોછે.ત્યારે હવે ખેડૂત લાચાર બની ગયા છે.ત્યારે સરકાર સર્વે કરી નુકસાનીનું વળતર અપાવે તેવી માંગ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!