google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Home Gujarat ઝઘડિયાના ગોવાલી ગામ પાસે સિંગલ ટ્રેક રોડ પર નાળુ બેસી જતા ભુવો...

ઝઘડિયાના ગોવાલી ગામ પાસે સિંગલ ટ્રેક રોડ પર નાળુ બેસી જતા ભુવો પડતા ભારે ટ્રાફિકજામ સર્જાયો

- ફોર લાઈનમાં બે ટ્રેક પૈકી એ ટ્રેક પર વિસ્તૃતિકરણનું કામ ચાલે છે જ્યારે એક જ ટ્રેક પર તમામ ટ્રાફિક ડાયવર્ટ કરાતા મોટી સમસ્યા ઉપસ્થિત થઈ

0
49

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા પંથકમાં સૌથી મોટો સળગતો પ્રશ્ન જો કોઈ હોય તો તે રસ્તાઓનો છે,ચાહે ધોરીમાર્ગ હોય,સ્ટેટ હાઇવે હોય,જીલ્લા પંચાયત હસ્તકનો રોડ હોય કે વડાપ્રધાન ગ્રામીણ સડક યોજનાનો રોડ હોય ભરૂચ જીલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ બનતી વખતની બેદરકારી અને આ તમામ માર્ગોની સમયસર મરામત કરવામાં નહીં આવતી હોવાના કારણે ઝઘડિયા તાલુકાની જનતાએ હમેશા ખરાબ રસ્તાની અને વારંવાર ટ્રાફિકજામની સમસ્યાનો દસકાઓથી સામનો કરતા આવ્યા છે.હાલમાં ઝઘડીયા તાલુકાના મુલદ ચાર રસ્તાથી નાનાસાજા ફાટક સુધીના રોડનું નવીનીકરણ થઈ રહ્યું છે.આ નવીનીકરણનું કામ વિધાનસભાના ઈલેક્શન સમયનું મંજૂર થયું છે પરંતુ ઈજારાદારની બેદરકારી અને વહીવટીતંત્રના મેળાપીપણામાં આ રોડનું કામ હજી ભોયતળિયામાં જ માથા મારે છે,આખો ટ્રેક ૩ ફુટથી આઠ ફુટ સુધી ખોદી કાઢવામાં આવ્યો છે,બે ત્રણ માસ પહેલા શરૂ કરવામાં આવેલું કામ કશું થયું નથી તેમ જણાય છે ફકત માટી જ ઉલેચાઈ છે.જેના કારણે બે ટ્રેક પૈકી એક ટ્રેક પર આખો ટ્રાફિક છેલ્લા કેટલા મહિનાઓથી ડાઈવર્ટ કરવામાં આવ્યો છે,તેમાં આજરોજ ગોવાલી ગામ પાસે એક ટ્રેક પર જ્યાં બંને તરફનો ટ્રાફિક અવરજવર કરે છે તે ટ્રેક પર એક જૂનું નાળુ બેસી જતા ભુવો પડ્યો હતો જેથી એક ટ્રેકનો અડધો રોડ તે સ્થળે બોરીઓ મુકી બંધ કરાયો છે,જેના કારણે ભારે ટ્રાફિક સમસ્યા ઉપસ્થિત થઈ છે.

હાલમાં આ લખાય છે ત્યાં સુધી ટ્રાફિકની લાંબી લાઈનો લાગી છે,ઝઘડિયા તાલુકાની જનતા માટે અને ખાસ ભરૂચ અમે અંકલેશ્વર તરફ નોકરી ધંધાર્થે અને અભ્યાસે જતા વિદ્યાર્થીઓ માટે નાનાસાંજા ફાટકથી મુલદ સુધીનો રોડ છેલ્લા કેટલા વર્ષોથી માથાના દુખાવા સમાન બની રહ્યો છે તેમ છતાં પણ જવાબદાર વહીવટી તંત્ર અને ઈજારાદારનું પેટનું પાણી હાલતું નથી.

આ માર્ગ ઉપરથી ભરૂચના સાતમી ટર્મના સાંસદ મનસુખ વસાવા,ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા સહિત અનેક અધિકારીઓ અને રાજકારણીઓ અવરજવર કરે છે તેમ છતાં આજે આ માર્ગની આ સ્થિતિ પાછળ જવાબદાર વિભાગ કે ઈજારદાર સામે કોઈ કાર્યવાહી નહિ થતા અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!