google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratબીયુ અને ફાયર એનઓસી વિના ભરૂચ નગરપાલિકાનું ગુમાસ્તાઘારા વિભાગ લાયસન્સ કેવી રીતે...

બીયુ અને ફાયર એનઓસી વિના ભરૂચ નગરપાલિકાનું ગુમાસ્તાઘારા વિભાગ લાયસન્સ કેવી રીતે ઈસ્યુ કરી શકે?

- ભરૂચમાં ગુમાસ્તાઘારા લાયસન્સ માટે બીયુ અને ફાયર એનઓસી જરૂરી નથી : ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ - ગુમાસ્તાઘારા લાયસન્સ ઈસ્યુ કરવામાં ગોબાચારી કે ભ્રષ્ટાચાર થાય છે તેવા લોકોમાં ઉભા થયા સવાલો - ગુમાસ્તાધારા લાયસન્સ ઈસ્યુ કર્યું હોય અને બીયુ સર્ટિફિકેટ કે ફાયર એનઓસી ન હોય અને દુર્ઘટના ઘટે તો માનવ વધ કોની ઉપર?

ભરૂચ,
ભરૂચ નગરપાલિકા ગુમાસ્તાધારા લાયસન્સ ઈસ્યુ કરેતો તેમાં પૂરતા દસ્તાવેજો લેવામાં આવે છે તે ખરા કારણકે ભરૂચમાં મનુબર ચોકડી નજીક બિલ્ડીંગનું બાંધકામ ચાલુ હોય અને ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ ન હોય છતાં નગરપાલિકાએ ગુમાસ્તાધારા લાયસન્સ આપી દેતા શું અધિકારીએ ઓળખાણ કે રાજકીય દબાણમાં લાયસન્સ ઈસ્યુ કર્યું છે તે પણ એક તપાસ નો વિષય છે પરંતુ ભરૂચ નગરપાલિકાએ બીયુ અને ફાયર એનઓસી વિના ભરૂચના કેટલાક શોપીંગોમાં ગુમાસ્તાધારા લાયસન્સ ઈસ્યુ કર્યા છે તે તપાસ ની વિષય બની ગયો છે.
ભરૂચ નગરપાલિકા ખુબ વેન્ટિલેટર પર છે.નગર પાલિકાના શોપિંગના કેટલાક સ્લેબનાં પોપરા ખડી રહ્યા છે અને નગરપાલિકાનું ગુમાસ્તાધારા હજુ લાયસન્સ ધારકો પાસેથી ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ મેળવ્યા વિના જ વ્યવસાય વેરો ઉઘરાવવાની લ્હાયમાં આડેધડ ગુમાસ્તાધારા ઈસ્યુ કરવામાં આવી રહ્યા છે.ભરૂચના ૭૫ ટકા વેપારોથી ધમધમતા શોપિંગ સેન્ટરોમાં રેસ્ટોરન્ટ,જીમખાના,ટ્યુશન ક્લાસીક સહિત અનેક શોપીંગોમાં વ્યસાયો ચાલી રહ્યા છે અને ઘણા ખાનગી ટ્યુશનો અને વેપારો નગર પાલિકાના ગુમાસ્તા ધારા ના લાયસન્સ ઉપર ચાલી રહ્યા છે.પરંતુ ગુમાસ્તા ધારા લાયસન્સ ઈસ્યુ કરનાર અધિકારી હજુ પણ તક્ષશિલા કાંડ,રાજકોટ અગ્નિકાંડ,ભરૂચ વેલ્ફર હોસ્પિટલ અગ્નિકાંડ સહિતના અનેક મોટા કિસ્સો બાદ પણ ભરૂચ નગરપાલિકાનું ગુમાસ્તાધારા વિભાગ લાયસન્સ ધારકને લાયસન્સ આપતા પહેલા ફાયર સેફટી કે બીયુ સર્ટિફિકેટ મેળવવામાં ઉદસીનતા દાખવી રહ્યું છે.જે ગંભીર બાબત માનવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે એ ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ પણ ભરૂચમાં ગુમાસ્તાઘારા લાયસન્સ ઈસ્યુ કરનાર અધિકારીઓ લાયસન્સ ધારકો પાસે ફાયર એનઓસી કે અન્ય ફાયર સેફટીના સાધનો અંગે તથા જે શોપિંગમાં લાયસન્સ મેળવવાનું છે તે શોપિંગનું બીયુ સર્ટિફિકેટ છે કે કેમ તે મેળવવામાં પણ ગંભીર પ્રકારની ઉદાસીનતા અને ફરજ માં બેદરકારી દાખવવામાં આવી રહી છે.ત્યારે કોઈ અગ્નિકાંડ જેવી ઘટના ઘટે તો માનવવધ કોની ઉપર દાખલ કરવામાં આવે તેવા પ્રશ્નો ઉભા થયા છે.
સમગ્ર ગુજરાતમાં અગ્નિકાંડ ઘટનામાં અનેક નિર્દોષ લોકોના જીવ કાળનો કોળિયો બની રહ્યા છે અને ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ વિના ગુમાસ્તા ધારા લાયસન્સ આપવામાં આવી રહ્યા છે.જેમાં ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે ગુમાસ્તાધારા લાયસન્સ માટે ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ જરૂરી નથી.
ભરૂચમાં જર્જરિત,ફાયર એનઓસી વિનાના અને બીયુ સર્ટિફિકેટ વિનાના શોપીગો ધમધમી રહ્યા છે.આ વાતથી બૌડા વિભાગ પણ અંધારામાં નથી.પરંતુ રાજકોટના અગ્નિકાંડ બાદ ભરૂચમાં બિલ્ડરો ઉપર તવાઈ બોલાવવા અને બીયુ સર્ટિફિકેટ અને ફાયર એનઓસી વિનાના શોપિંગ સેન્ટરોને સીલ કરવા અને નોટિસ આપવા માટે બૌડા વિભાગ સોમવારથી પોતાની એસી કેબીન છોડી કાર્યવાહી કરવા મજબુર બનવાના અહેવાલ મળી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!