google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratઝઘડીયાની ગુલબ્રાન્ડસન કંપની દ્વારા ફુલવાડી ગામના ઘર દીઠ હેલ્મેટનુ વિતરણ કરવામાં આવ્યું

ઝઘડીયાની ગુલબ્રાન્ડસન કંપની દ્વારા ફુલવાડી ગામના ઘર દીઠ હેલ્મેટનુ વિતરણ કરવામાં આવ્યું

- અવારનવાર અકસ્માતની ઘટનામાં મરણનો આક ધટાડવાના આશય સાથે બાઇક સવારોને હેલ્મેટ વિતરણ કરાયા

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ ગુલબ્રાન્ડસન ટેકનોલોજીસ કંપની દ્વારા ઝઘડિયા તાલુકાના ગામોમાં નાગરિકોની પાયાની જરૂરિયાત શિક્ષણ આરોગ્ય સુરક્ષાને લગતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટનું કામ કંપનીના સીએસઆર ફંડની એક્ટિવિટી દ્વારા કરવામાં આવે છે.હાલમાં અકસ્માતના બનાવ‌‌ વધુ બને છે અને લોકો અકસ્માતમાં અકાળે મૃત્યુ પામે છે.જેથી માનવ જીવનનાં રોજિંદા વ્યવહારમાં પોતાની બાઈક સાથે હેલ્મેટ હોવું અત્યંત જરૂરી છે જેને ઘ્યાનમાં રાખીને ફુલવાડીના સામાજીક આગેવાન નરેન્દ્ર પટેલ દ્વારા કંપનીમાં રજૂઆત કરવામાં આવી હતી.જેના પગલે કંપની દ્વારા ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામમાં ઘેર દીઠ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે ગુલબ્રાન્ડસન કંપનીના સંજયસિંહ,માતંગ પારેખ,ટીના યુગાલે,જીતેન્દ્ર રાણા,જીતેન્દ્ર કછહાવા,સુદીપ ગોસ્વામી,ગૌરવ પટેલ,રૂષિત પ્રજાપતિ સામાજિક આગેવાન નરેન્દ્ર પટેલ,ફૂલવાડી સરપંચ રામુભાઈ વસાવા,ઉપસરપંચ સંદીપ પટેલ,અશ્વિન વસાવા,કુણાલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહેમાનોએ બાઈક ચાલકોને સલામતીપૂર્વક પોતાનું વાહન ચલાવવા સહિતનું માર્ગદર્શન આપ્યું હતું.ફુલવાડી ગ્રામજનોએ ગુલબ્રાન્ડસન‌ કંપનીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!