google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeCrimeઝઘડિયાના ઉંટિયા ગામની સીમમાં ગાયો ચરાવનાર પશુપાલકનો ખેતર માલીક પર લાકડીથી હુમલો

ઝઘડિયાના ઉંટિયા ગામની સીમમાં ગાયો ચરાવનાર પશુપાલકનો ખેતર માલીક પર લાકડીથી હુમલો

- પોતાના ખેતરમાં ગાયો લઈ આવતા ખેડૂતે ગાયો બહાર કાઢવાનું કહેતા ગાયો ચરાવનારે લાકડીથી ઈજા કરી

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉંટિયા ગામની સીમમાં ગાયો ચરાવનાર ઈસમે તેની ગાયો અન્ય ખેડૂતના ખેતરમાં લઈ આવતા ખેડૂતે ગાયો બહાર કાઢવાનું કહેતા ગાયો ચરાવનારે ખેડૂત પર લાકડીથી હુમલો કરી ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના બનવા પામી હતી.

ઝઘડિયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના ઉંટિયા ગામે રહેતા દલપતભાઈ છગનભાઈ પટેલ ગત તા.૨૭ મીના રોજ ગામની સીમમાં આવેલ તેમના ખેતરે બપોરના સમયે દવા છાંટવા ગયા હતા.તે વખતે ત્યાં ઝઘડિયા જીઆઈડીસીની એક કંપની નજીક રહેતો જલાભાઈ ઉર્ફે પેટીયુ ભરવાડ નામનો ઈસમ તેની ગાયો ચરાવતો હતો.આ ઈસમ તેની ગાયોને ચરાવતો ચરાવતો દલપતભાઈના ખેતરમાં લઈ ગયો હતો.તેથી દલપતભાઈએ તેને ગાયો ખેતર માંથી બહાર કાઢવાનું કહ્યું હતું.દલપતભાઈએ ગાયો ખેતર માંથી કાઢવા માટે તેને બેત્રણ વાર બુમો પાડતા આ ઈસમ જલાભાઈએ કંઈપણ બોલ્યા વિના તેના હાથમાં રહેલ લાકડી દલપતભાઈને માથામાં મારી દીધી હતી.ત્યાર બાદ દલપતભાઈને આંખે અંધારા આવતા નીચે પડી ગયા હતા.તે સમયે બાજુના ખેતરમાં કામ કરતા લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તેમને ઉભા કરી પાણી પીવડાવ્યું હતું.ઈજાગ્રસ્ત દલપતભાઈને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.જ્યાં તેમને માથામાં છ જેટલા ટાંકા લેવા પડ્યા હતા. પોતાના ખેતર માંથી ગાયો બહાર કાઢવાનું કહેતા ગાયો ચરાવનારે પોતાના પર લાકડીથી હુમલો કરી ઈજા પહોંચાડવાની આ ઘટના સંદર્ભે ઈજાગ્રસ્ત દલપતભાઈ છગનભાઈ પટેલ રહે.ગામ ઉંટિયા તા.ઝઘડિયાનાએ પોતાને લાકડીથી ઈજા પહોંચાડનાર ઈસમ જલાભાઈ ઉર્ફે પેટીયુ ભરવાડ રહે.ઝઘડિયા જીઆઈડીસીની એક કંપની પાસેના વિરૂધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!