google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratચૈતર વસાવા પર લગાવવામાં આવેલ નર્મદા જિલ્લામાં પ્રવેશ પરના પ્રતિબંધને હાઈકોર્ટે હટાવ્યો

ચૈતર વસાવા પર લગાવવામાં આવેલ નર્મદા જિલ્લામાં પ્રવેશ પરના પ્રતિબંધને હાઈકોર્ટે હટાવ્યો

- ચૈતર વસાવા હવે ડેડીયાપાડામાં પણ પોતાના પ્રચાર અભિયાનને શરૂ કરશે - ભાજપ દ્વારા ચૈતર વસાવાને ચૂંટણી દરમ્યાન તેમના મતદારો અને પરિવારથી દૂર રાખવાની ભાજપની મેલી મુરાદ આખરે નિષ્ફળ થઈ

અમદાવાદ,

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એક ખોટા આરોપોના કેસમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતર વસાવા પર નર્મદા જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.જેના કારણે તેઓ પોતાની ડેડીયાપાડા વિધાનસભામાં પણ પ્રવેશ કરી શકતા ન હતા.પરંતુ હવે માનનીય ગુજરાત હાઈકોર્ટે એક આદેશ આપીને આ પ્રતિબંધને હટાવ્યો છે.આખરે સત્યની જીત થઈ છે. 

ભાજપ દ્વારા ચૈતર વસાવાને ચૂંટણી દરમ્યાન તેમના મતદારો અને પરિવારથી દૂર રાખવાની ભાજપની મેલી મુરાદ આખરે નિષ્ફળ થઈ છે.હાઈકોર્ટના આ આદેશ પર ડેડીયાપાડાના લોકો સહિત સમગ્ર આમ આદમી પાર્ટી હાઇકોર્ટનો આભાર માને છે.હવે ચૈતર વસાવા ડેડીયાપાડામાં પણ પોતાના પ્રચાર અભિયાનને શરૂ કરશે અને ભાજપના અત્યાચારનો જવાબ જનતા પોતાના વોટથી આપશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!