ભરૂચ,
અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય થયો હતો.જેમાં સત્તા ટકાવી રાખવામાં મળેલી સફળતા બાદ હવે સહકાર પેનેલે એઆઈએના પ્રમુખ તરીકે હિમંત સેલડિયાના નામની જાહેરાત કરી છે. ઉપપ્રમુખ તરીકે હસમુખ દૂધાત અને નટુ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.
જૂન મહિનામાં થયેલી ચૂંટણીમાં ૮ બેઠક માટે ૧૬ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો.જે ચૂંટણીના પરિણામો બાદ એઆઈએની મેનેજિંગ કમિટીની બેઠક મળી હતી.જેમાં પ્રમુખ સહીતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.જેમાં એઆઈએના નવા પ્રમુખ તરીકે હિંમત સેલડિયાની નિમણુંક સાથે ઉપપ્રમુખ તરીકે હસમુખ દુધાત અને નટુ પટેલ,જનરલ સેક્રેટરી તરીકે હરેશ પટેલ, ટ્રેઝરર તરીકે ડૉ.દેવ શરણસીંગ, જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રશાંત પટેલ અને ડૉ.ઉમેશ ગોંડલીયાની નિમણૂક કરાઈ હતી.
નવ નિયુક્ત પ્રમુખ હિંમત શેલડીયાએ જણાવ્યું હતું કે ઉદ્યોગોના મુખ્ય જીપીસીબી તથા જીઆઈડીસીના પ્રશ્નોનું ટૂંક સમયમાં નિરાકરણ કરવામાં આવશે અને અંક્લેશ્વર ના ઉદ્યોગો કઈ રીતે વધુ માં વધુ પ્રોડક્શન સહેલાઈથી કરી શકે તે દિશામાં પણ કાર્ય કરવામાં આવશે.