ભરૂચ,
ભરૂચ શહેર અને જીલ્લામાં અનેક ગામો,શહેરોમાં ઉલ્લાસભેર હોળી પ્રગટાવી ઉજવણી કરાઈ હતી. જેમાં અનેક સ્થળોએ હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા.ભરૂચ શહેર અને જીલ્લામાં વિવિધ સ્થળે વૈદિક હોળી તો કેટલાક સ્થળે લાકડાની હોળી પ્રગટવામાં આવી હતી.સાંજના મુહૂર્તમાં હોળી પ્રગટાવી પરિવાર સાથે હોળી માતાની પૂજા કરી પરિવારની સુખાકારી માટે લોકોએ પૂજા – અર્ચના કરી હતી.
ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના પર્વ નિમિત્તે ઠેર ઠેર હોલિકા દહનના કાર્યક્રમો યોજાતા.ભરૂચ શહેર અને જીલ્લામાં ભક્તિભાવ પૂર્વક માહોલમાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.શુભ મહુર્તમાં હોળી પ્રગટાવવામાં આવી હતી.આ હોળીનું સ્થાનિક મહિલાઓએ પૂજન અર્ચન કરી ધાણી,ખજૂર, કેરી,હારડા અને નારિયેળ અર્પણ કરી સમગ્ર વર્ષ દરમ્યાન નિરોગી રહેવાની કામના કરી હતી.તો ગ્રામ્ય વિસ્તારમાં હોળીની જ્વાળા પરથી ચોમાસું કેવું રહેશે તેનો વરતારો પણ ભાખવામાં આવ્યો હતો.હોળી પર્વએ ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશ્યપુની કથા સાથે સંકળાયેલો છે.ત્યારે ભરૂચવાસીઓએ હોલિકા દહન કરી ઈશ્વરીય શક્તિનું પૂજન કરી હોળી પર્વની ઉજવણી કરી હતી.