google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 16, 2024
HomeGujaratઆમોદ શહેરના તણછા ગામે ઘોડા દોડનું આયોજન કરવામાં આવ્યુ હતું

આમોદ શહેરના તણછા ગામે ઘોડા દોડનું આયોજન કરવામાં આવ્યુ હતું

આમોદ,   

આમોદ તાલુકાના તનછા ગામે ભરૂચ જીલ્લાના અલગ – અલગ ગામો માંથી 28 જેટલા ઘોડા – ઘોડીઓ દ્વારા ઘોડા દોડની હરીફાઈ રાખવામાં આવેલ હતી.જે ઘોડા દોડ હરીફાઈની શરૂઆત આમોદ – જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે.સ્વામી દ્વારા રીબીન કાપી ઝંડી બતાવી ઘોડાં દોડ રેસને ખુલ્લી મુકવામાં આવેલ હતી.સમગ્ર ઘોડા દોડની હરીફાઈનું આયોજન આમોદ શહેરના સાજીદ રાણા અને તનછા ગામના અંગેશભાઈ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું. આમોદ તાલુકામાં પ્રથમવાર ઘોડા દોડ રેસનું આયોજન રાખવામાં આવેલ હોવાથી મોટા પ્રમાણમાં હરીફાઈને નિહાળવા લોક ટોળા ઉમટી પડ્યા હતા.     લેડીઝ ફર્સ્ટ નું સૂત્ર સાબિત કરતું શીતપોર ગામની શેરૂ સિંધી ની નારી જાતિ (ધોડી) પ્રથમ નંબરે આવી હતી.જ્યારે બીજા નંબર પર જંત્રાણ ગામના રેહવાસી મોહસીનભાઈ સરપંચનો ઘોડો આવેલ હતો જયારે ત્રીજા નંબર પર પહાજ ગામના અફઝલ ભાઈનો ઘોડો આવેલ હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!