(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકાના કાવા ગામે વણકરવાસમાં રહેતા અંબાલાલ દુલાભાઈ પરમારનાઓ સાંજના સુમારે ૭:૩૦ ના અરસામાં આગળની રૂમમાં બેઠા હતા. ત્યારે આકસ્મિક શોર્ટસર્કિટના કારણે અંદરની રૂમમાં આગ લાગી હોવાની જાણ થતા જોતા તેઓ હેબતાઈ ગયા હતા અને ફળિયાના રહીશોને બૂમાબૂમ કરતા તાત્કાલિક આવી પહોંચી આગ ઓલવવા ના પ્રયત્નો હાથધર્યા હતા.પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સરપંચ કલ્પેશભાઈ ગોહિલ તાત્કાલિક જંબુસર નગરપાલિકા,ઓએનજીસી વાસેટા, પીજીપી ગ્લાસ તથા પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ ફાયર ને જાણ કરતા તાત્કાલિક આવી પહોંચી આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા અને અઢી કલાકની ભારે જેહમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. અંબાલાલ પરમાર ના ઘર ની ઘરવખરી, લક્કડ બળીને ખાખ થઈ ગઈ હતી.જ્યારે બાજુના રણછોડભાઈ છોટુભાઈ પરમાર ના ઘરને પણ આગથી નુકસાન થવા પામ્યું હતું.સદર આગમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.કાવા ગામે આગ લાગ્યા ની જાણ મામલતદાર વી બી પરમાર તથા જંબુસર પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી આગળની કાર્યવાહી હાથધરી હતી.