google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratધારાસભ્ય જયંતિ રાઠવાની ઉપસ્થિતિમાં આવાસોનું કવાંટ એપીએમસી ગ્રાઉન્ડ પરથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું

ધારાસભ્ય જયંતિ રાઠવાની ઉપસ્થિતિમાં આવાસોનું કવાંટ એપીએમસી ગ્રાઉન્ડ પરથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું

નાગરિકોના સશક્તિકરણ અને તેમની ગરિમાને જાળવવા માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંગેની એક ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી

(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)

વડાપ્રધાનએ છોટાઉદેપુરની ત્રણ વિધાનસભા મત વિસ્તારના કુલ 10204 આવાસોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. જેમાં જેતપુર પાવી વિધાનસભા -૧૩૮ના કવાંટ તાલુકામાં પણ આ કાર્યક્રમ સમાંતરપણે યોજાયો હતો.જેતપુર અને કવાંટ તાલુકાના 4007 આવસોનું આજે 4808.8 લાખના ખર્ચે એપીએમસી ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. 

રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે 10 ફેબ્રુઆરી ના રોજ કેન્દ્ર તથા રાજ્ય સરકારની આમલિકૃત પ્રધાન મંત્રી આવાસ યોજના(ગ્રા), ડો આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ યોજનાઓના 33 જિલ્લાઓમાં 1,૩૧,૪૫૪ આવાસોનું ઈ લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. 

જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતી રાઠવાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કવાંટ ખાતે 1 હજારથી વધારે લાભાર્થીઓને રૂબરૂમાં સ્થળ પર જ વિતરણ કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે પક્ષના જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈએ આજે ગૃહ પ્રવેશ કરનાર નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે, તમામ આવાસના લાભાર્થીઓને સરકાર દ્વારા પ્રતિ આવાસ 1 લાખ 55 હજાર જેટલી રકમ પ્રોત્સાહન રૂપે આપવામાં આવી છે.આ તમામ લોકોને ઘરનું ઘર અને સાથે પ્રોત્સાહન રકમ આપવામાં આવી છે.પુરવઠા અધિકારી એ.આઈ હળપતિએ સૌનું શબ્દિક કર્યું હતું અને ધારાસભ્ય ને આવાસ અંગે વધારે માહિતી પૂરી પાડવા વિનંતી કરી હતી. ધારાસભ્ય એ જણાવ્યું હતું કે જેમ શબરીની ભાવનાથી પ્રભાવિત થઇને શ્રી રામ પધાર્યા તેવી જ રીતે આપણા વડાપ્રધાને 32 વર્ષ પહેલાં સપનું સેવેલું હતું જે રામ લલ્લા મૂર્તિ સ્થાપીને ભગવાન રામને પોતાની પ્રબળ ભાવના થી નિજ મંદિરમાં પરત લાવવામાં સફળતા મેળવી છે.વધુમાં ધારાસભ્યે જણાવ્યું હતું કે આજે ભારતનો નાગરિક ખૂબ સુરક્ષિત છે, તેના બાળકોને નિવાસી શાળામાં પાઠ્યપુસ્તક, ગણવેશ, શિક્ષણ, ભોજનની ચિંતા કરીને દેશ અને રાજ્યને નવી ઊંચાઇ પર લઈ જઈ દેશ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. 

આ સમારંભમાં અધ્યક્ષ એવા ધારાસભ્ય જયંતી રાઠવા,જિલ્લાના પક્ષના પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રણજીત ભીલ, કવાંટ તાલુકા પંચાયત પ્રમુખ મુકેશ રાઠવા,જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ પીન્ટુ રાઠવા, જિલ્લા પુરવઠા અધિકારી એ આઈ હળપતિ, નાયબ પશુપાલન અધિકારી, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી, શિક્ષણ સમિતિના ચેરમેન, એપીએમસીના વાઈસ ચેરમેન, એપીએમસીના ડિરેક્ટર, ટીડીઓ જેતપુર, ટીડીઓ કવાંટ, જિલ્લા પંચાયતના સભ્ય પ્રભુભાઈ, જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિના ચેરમેન, સરપંચ શીલાબેન રાઠવા તેમજ અન્ય પદાધિકારીઓ અને જેતપુર, કવાંટ તાલુકાના ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં સામાન્ય નાગરિકોના સશક્તિકરણ અને તેમની ગરિમાને જાળવવા માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંગેની એક ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!