google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratBAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ- વડોદરા દ્વારા HR અને સેફટી કોન્ફરન્સ ૨૦૨૪ ભરૂચમાં...

BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ- વડોદરા દ્વારા HR અને સેફટી કોન્ફરન્સ ૨૦૨૪ ભરૂચમાં યોજાયો

ભરૂચ,
સમાજ જીવન ને સ્પર્શતા તમામ મુદ્દાઓ માં સંદેવ અગ્રેસર રહેતી બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સંચાલિત BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ, વડોદરા દ્વારા, ૧૫ જૂન ૨૦૨૪ના રોજ, BAPS સ્વામિનારાયણ મંદિર,ઝાડેશ્વર,ભરુચ ખાતે એક દિવસીય HR અને સેફ્ટી કોન્ફરન્સનું બીજી વખત સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લોક જાણીતા સંસ્થાના પ્રખર અને પ્રેરણાત્મક વક્તા પૂજ્ય ડૉ.જ્ઞાનવત્સલ સ્વામી એ હાજરી આપી હતી અને એકતા એ સમૃદ્ધિ” વિષય પર વાત કરી તેમણે પોતાના ઉદ્દગારો દ્વારા એકતાના મહત્વને રેખાંકિત કર્યું અને સમૃદ્ધિ માટેના માર્ગ દર્શાવ્યા તથા BAPS સ્વામિનારાયણ મંદિર,ઝાડેશ્વર,ભરુચ ના મુખ્ય કોઠારી સંત પૂજ્ય અનિર્દેશ સ્વામી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.કોન્ફરન્સના મુખ્ય અતિથિ પી.એમ.શાહ, (DISH, Director) તેમણે ઔધોગિક સુરક્ષા જાગૃતતા પર તેમને કંપની ઓનું ધ્યાન દોરયું હતું.સાથે BAPS હોસ્પિટલના ડોક્ટર્સ ની પેનલ ડિસ્કશનમાં પણ જાણવા મળીયું હતું કે કંપનીમાં મેડિકલ ઈમર્જન્સીનું OHC દ્વારા કેવી રીતે મેનેજમેન્ટ કરવું તેવા મહત્વના મુદ્દાની ચર્ચા થઈ હતી અને આ કોન્ફરન્સમાં HR અને સેફટી ક્ષેત્રમાં વધુ ક્રાંતિ આવે તે માટે વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલ્સ આવીને તેમની વાત કોન્ફરન્સ મંચ ઉપર રજૂ કરી હતી.
BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ના CEO ડૉ.સમીર બ્રહ્મભટ્ટ ધ્વારા બધાનું સ્વાગત કરીને આભાર વ્યક્ત કર્યો હતો. આ કોન્ફરન્સમાં ૫૦૦ થી વધારે વિવિધ ઉદ્યોગોના HR અને સેફટી પ્રોફેશનલ્સએ ભાગ લીધો અને તેમના અનુભવ અને જ્ઞાનનું વહેંચાણ કર્યું આ મંચે HR અને સેફ્ટી ક્ષેત્રમાં નવીનતાઓ અને શ્રેષ્ઠ વ્યવહારો પર ચર્ચા કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!