Wednesday, February 28, 2024
spot_img
HomeGujaratઝઘડિયા ગુમાનદેવ મંદિર નજીક નવનિર્માણ પામેલ પુલ પર મોટુ ગાબડું પડ્યું

ઝઘડિયા ગુમાનદેવ મંદિર નજીક નવનિર્માણ પામેલ પુલ પર મોટુ ગાબડું પડ્યું

- માંડ છ માસ પહેલા ખુલ્લા મુકાયેલા પુલ પર ગાબડુ પડતા જવાબદાર તંત્ર તથા ઈજારાદારની બેદરકારી સામે આવી - શું વહીવટી તંત્ર કે સરકાર આવા ઈજારદાર સામે કાર્યવાહી કરશે?

(જયશીલ પટેલ,ઝઘડીયા) 

ભરૂચ જીલ્લા સહિત રાજ્યભરમાં સ્ટેટ હાઇવે વડાપ્રધાન ગ્રામ સડક યોજના સહિતના રોડના કામોની અંદર પુલના કામોમાં ભારે બેદરકારી જવાબદાર વહીવટી તંત્ર તથા ઈજારાદારોની સામે આવી છે. કરોડો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ હાલ અધતન ટેકનોલોજી હોવા પછી પણ વરસાદના પાણી આખા રોડના રોડ ધોઈ નાખે છે જે જવાબદાર તંત્રની પોલ ખોલતા હોય તેમ જણાઈ રહ્યું છે.સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર ઝઘડિયા તાલુકાના ગુમાનદેવની કાવેરી ખાડી પર બનેલા પુલ પર આજરોજ વહેલી સવારે ગાબડું પડેલું જણાયું હતું.આ પુલનું કામ છેલ્લા ચાર પાંચ વર્ષથી ચાલતું હતું પરંતુ જે હાલમાં ચોમાસા દરમિયાન જ પૂર્ણ કરવામાં આવ્યું છે,એકદમ મંથર ગતિએ ચાલતા કામમાં જવાબદાર ઈજારાદારની બેદરકારી અવારનવાર સામે આવતી રહી છે, આજરોજ પુલના એક છેડા પર મસ મોટું ગામડું પડતા પુલના સેન્ટીંગ ના સળિયા સાથે આખું ગાબડું આરપાર દેખાઈ રહ્યું છે.‌આરપારનુ ગાબડું પડતા ગુમાનદેવ પુલ વાહનોના આવનજાવન માટે‌ સક્ષમ છે કે નહી તેની સામે પ્રશ્રો ઉભા થયા છે.ગુમાનદેવ પુલનુ કામ‌ ચાર પાંચ વર્ષ પહેલા શરૂ થયુ હતુ જે માંડ હમણા ચોમાસા પહેલા પૂર્ણ થયુ. પુલ અવરજવર માટે મુકાયા ના છ‌ માસ દરમ્યાન કેટલીય વખત પુલના બન્ને છેડાના ડામર રોડ‌ બેસી જતા પુલ‌ વારંવાર બંધ‌ કરવામાં આવતો હતો.પુલની કામગીરીમાં બેદરકારી બદલ‌ જવાબદાર તંત્ર પગલા ભરશે કે પછી સબ સલામતમાં ઈજારાદાર ની બેદરકારી પર ઢાંકપિછોડો કરાશે.છેલ્લા પાંચ સાત કલાકથી આ ગામડું પડેલું છે પરંતુ હજુ સુધી તેને કવર કરવા અને પુલ પર સલામત વાહન વ્યવહાર ચલાવવા માટે કોઈપણ પ્રકારના અવરોધકો આ બ્રિજ પર મુકાયા નથી.આ દરમ્યાન કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદારી કોની? તે‌ સવાલ ઉપસ્થિત થયો‌ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!