google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeCrimeભરૂચના દયાદરા-દેરોલ વચ્ચે  આઈસર ટેમ્પા પાછળ કાર ઘૂસી જતાં પતિનું સારવાર દરમ્યાન...

ભરૂચના દયાદરા-દેરોલ વચ્ચે  આઈસર ટેમ્પા પાછળ કાર ઘૂસી જતાં પતિનું સારવાર દરમ્યાન મોત

- પત્ની અને બાળકોનો આબાદ બચાવ થયો : પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથધરી

ભરૂચ,

ભરૂચના ન્યુ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ગતરોજ સુરતના પટેલ પરીવારની કારને અકસ્માત નડયો હતો. જેમાં કાર આગળ ચાલતા આઈસર ટેમ્પોમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.જેમાં ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજ્યું હતું.આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ ખાતે બનેલા ન્યુ દિલ્હી એક્સપ્રેસ હાઈવે બન્યા બાદ તેના પણ અકસ્માત થવાની શરૂઆત થઈ ગઈ છે.સુરતના વેસુ વિસ્તારમાં રહેતા વિમલ શિવરામભાઈ પટેલ પોતાના પત્ની મનીષા અને બે બાળકો સાથે પોતાની કારમાં સુરતથી અમદાવાદ તેમના મોટા ભાઈના ઘરે ગયા હતાં.ગતરોજ ત્યાંથી નીકળી તેઓ ન્યુ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી સુરત પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા.આ સમય દરમ્યાન ભરૂચ જીલ્લાના દયાદરા અને દેરોલની હદમાં આવતા તેમની આગળ ચાલી રહેલા આઇસર ટેમ્પોની વિપુલભાઈએ ઓવરટેક કરવા જતાં તેઓએ સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર આઈસર ટેમ્પોની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં વિપુલ પટેલને માથા,કપાળ અને કાનના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.તેઓ બેભાન હાલતમાં હાઈવે ઓથોરીટી એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અને ત્યાર બાદ વધુ સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.જ્યાં સારવાર દરમ્યાન હાજર તબીબે તેમને મરણ જાહેર કરતા જ પત્ની અને બાળકોના આક્રંદથી વાતાવરણ ગમગીની બની ગયું હતું.અકસ્માતની ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ ડી.એ.ક્રિશ્ચિયનને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Oplus_0
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!