google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratહું તો મતદાન કરીશ,તમે પણ કરજો : મતદાન કરવા માટે આહવાન કરતો...

હું તો મતદાન કરીશ,તમે પણ કરજો : મતદાન કરવા માટે આહવાન કરતો દીવ્યાંગ સુનિલ પટેલ

- ભરૂચના દિવ્યાંગે મતદાન મથકમાં વોટિંગ કરવાની નેમ વ્યકત કરી લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં થશે સહભાગી

ભરૂચ,

લોકશાહીના મહાપર્વ સામી ચૂંટણીમાં દેશના દરેક નાગરિકને કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વિના મતાધિકારનો અધિકાર મળ્યો છે.આ અધિકારનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો એ નાગરિકની નૈતિક ફરજ છે.  આવી જ નૈતિક ફરજ નિષ્ઠા દાખવતા ભરૂચના ત્રાલસા અસ્મિતા કેન્દ્રમાં રહેતા પટેલ સુનિલ, કે જેઓ ૮૦ ટકા અશકત્તા ધરાવતા  દિવ્યાંગ છે. છતાં આગામી ૭ મી મે હું તો મતદાન કરીશ, તમે પણ કરજો…કહી મતદાન કરવા માટે આહવાન કર્યું છે.દિવ્યાંગ યુવાન મતદારોને હાંકલ કરી ભરૂચ જિલ્લા માટે  પ્રેરણાસ્ત્રોત બન્યો છે.        

લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચના દિશાનિર્દેશ અનુસાર ૮૦ ટકાથી વધારે અશકતતા  ધરાવતા દિવ્યાંગ મતદારોને જિલ્લા ચૂંટણી તંત્ર સામેથી ઘરે આવીને મતદાન કુટીર ઊભી કરી મતદાન મથકમાં કરીએ તેવી જ રીતે ગુપ્ત રીતે મતદાન કરાવે છે. તેમ છતાં પટેલ સુનિલે મતદાન મથકમાં જ વોટિંગ કરવાની નેમ વ્યકત કરી લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી બનવા હાંકલ કરી છે.સૌ મતદારોએ અવશ્ય મતદાન કરીને  દેશના નાગરિક તરીકે કર્તવ્ય નિભાવવાની પણ તેમણે  અપીલ કરી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે,જિલ્લા ચૂંટણી તંત્ર ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ૪૦ ટકા થી વધુ અશકત હોય તેવા દિવ્યાંગ તથા ૮૫  વર્ષથી વધુ વયના મતદારોના   ઘરે ઘરે જઈને મતદાન કુટીર ઊભી કરીને પોસ્ટલ બેલેટ થકી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે‌ અને ભરૂચ  જિલ્લામાં દિવ્યાંગ અને ૮૫ વર્ષ કરતા મોટી ઉંમરના મતદારોએ ઘેર બેઠા મતદાન કરવાનો અધિકાર મળવાથી મતદાનની પ્રકિયા હાલ ચાલુ છે.  

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!