google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 22, 2024
HomeGujaratપાવીજેતપુરના ડેરીયા ગામના બસ સ્ટેન્ડ પાસેના વળાંક પર આઈસર ટેમ્પો પલ્ટી ખાધો

પાવીજેતપુરના ડેરીયા ગામના બસ સ્ટેન્ડ પાસેના વળાંક પર આઈસર ટેમ્પો પલ્ટી ખાધો

- ડેરીયાના વળાંક ઉપર બમ્પ તેમજ રેલિંગ લગાડવાની ગામ લોકોની માંગ

(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
પાવીજેતપુર તાલુકાના ડેરીયા ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલ વળાંક ઉપર ફરી એકવાર આઇસર ટેમ્પો પલ્ટી ખાધો છે.આ વળાંક ઉપર બમ્પ તેમજ રોડની બાજુએ રેલિંગ લગાડવાની લોકો માંગ કરી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ છકતલાથી એક ટેમ્પો સેન્ટીંગના લોખંડના ટેકા ભરીને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો પાવીજેતપુર તાલુકાના ડેરીયા ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલ વળાંક ઉપર રાત્રિના સમયે ટેમ્પા ચાલકનો સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પો ઊંધો પડી જવા પામ્યો હતો.સદ્દનસીબે કોઈને જાનહાની કે કોઈ મોટું નુકસાન થવા પામ્યું ન હતું.પરંતુ આ રોડ ઉપરથી અન્ય કોઈ પસાર થતું હોય અને આવી કોઈ ઘટના ઘટે તો જાન જવાનું પણ જોખમ છે.
પાવીજેતપુર તાલુકાના ડેરીયા ગામ પાસે આવેલા આ વળાંક ઉપર થોડાક દિવસ ઉપર એક પીકપ ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી.જેમાં બેઠેલા લોકોને ઘણું વાગ્યું હતું અને ડ્રાઈવરનું સારવાર દરમ્યાન કરુણ મોત થયું હતું. ત્યારે ફરીથી ગત મોડી રાત્રે એક આઈસર ટેમ્પો પલટી ખાઈ જવા પામ્યો છે.અવારનવાર આ વળાંક ઉપર બાઈકો તેમજ ફોર વ્હીલરો પલ્ટી ખાઈ જવાના બનાવો બન્યા કરે છે ત્યારે તંત્ર આ વળાંકની બંને બાજુએ બમ્પ મૂકે તેમજ રોડની બાજુએ જે ખુલ્લી જગ્યા છે ત્યાં રેલિંગ બનાવી દે તેથી અકસ્માતનો ભય ઓછો થઈ શકે,માટે આ વળાંક ઉપર બમ્પ તેમજ રેલિંગની બુલંદ માંગ ડેરીયા ગામના રહીશો કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!