ભરૂચ,
ભરૂચ જિલ્લામાં ઈન્સ્યોરન્સ કંપની માંથી મેડિકલ ક્લેમ્પ મેળવી રેગ્યુલર પ્રીમિયમ ભરતા હોય અને સારવાર બાદ મેડિકલનો ખર્ચ માટે કંપનીમાં મેડિકલ ડોક્યુમેન્ટ રજુ કર્યા હતા.પરંતુ ઈન્સ્યોરન્સ કંપનીએ એનકેમ પ્રકારે મેડિકલ ક્લેમ્પનેના મંજુર કરતા ફરિયાદીએ ન્યાયની આશાએ ભરૂચ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ દાખલ કરતા તમામ પુરાવાને ધ્યાને રાખી ફરિયાદીની તરફેણમાં ચુકાદો આપી સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ સામે મહત્વનો ચુકાદો આપી ફરિયાદીને સાત ટકા સાદા વ્યાજ સાથે ૧૫,૪૦૯ તથા માનસિક ત્રાસ અને કાનૂની ખર્ચના ૩-૩ હજાર ચૂકવવાનો હુકમ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ઝાડેશ્વર રોડ ખાતે આવેલ મારુતિ નંદન સોસાયટીમાં રહેતા રેખાબેન હસમુખભાઈ શાહએ સુરત ઉધના દરવાજા સેન્ચુરી બિઝનેસ સેન્ટર રિંગ રોડ ઉપર આવેલ સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ કંપની પાસે થી વીમા પોલિસી લીધી હતી.જેમાં મેડિકલ પોલિસી પણ આવતી હોય જેથી ફરિયાદી ૧૭,૬૧૭ નું પ્રીમિયમ ભરેલ હોય.ફરિયાદી તારીખ ૧૦-૦૭-૨૦૨૩ ના રોજ ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરાવી હતી અને તે તપાસ દરમ્યાન ફરિયાદીને તાવ,શરદી,ઉધરસ તેમજ હાથ અને પગમાં દુખાવો થતા ફરિયાદીત્રણ દિવસ હોસ્પિટલમાં દાખલ થયેલા જેનો સારવાર ખર્ચ ૧૯ હજાર થયો હતો.જે અરજદારે સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ પાસે મેડિકલ ક્લેમ્પ રજુ કરતા તારીખ ૦૭-૦૮-૨૦૨૩ ના રોજ ઈન્સ્યોરન્સ કંપનીએ મંજુર કરતા તેમજ સેવામાં ખામી આવેલ હોય અને સામાવાળાએ ગેરકાયદેસર વેપાર નીતિ અપનાવેલ હોય જે બાબતે અરજદારે ન્યાયની આશાએ ઈન્સ્યોરન્સ કંપની સામે ગ્રાહક સુરક્ષામાં મેડિકલ ક્લેમ્પની રકમ મેળવવા માટે રાવ નાંખી હતી.જેમાં ફરિયાદીના વકીલ એસ એમ જગુવાલાએ ધારદાર દલીલો અને પુરાવા રજુ કરતા ગ્રાહક સુરક્ષાએ ફરિયાદી તરફે હુકમ કર્યો હતો.જેમાં સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડએ ફરિયાદીને ૧૫,૪૯૦ પુરા અરજી કર્યાની તારીખ થી સાત ટકા સાદા વ્યાજ સાથે બે માસમાં ચૂકવી આપવા તેમજ ફરિયાદીને માનસિક ત્રાસના ત્રણ હજાર અને કાનૂની ખર્ચના ત્રણ હજારચૂકવી આપવાનો હુકમ કરતા ઈન્સ્યોરન્સ કંપની ચલાવતા સંચાલકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
ભરૂચની ગ્રાહક સુરક્ષા કોર્ટનો મહત્વનો ચુકાદો : હોસ્પિટલમાં સારવારના ખર્ચનો ઈન્સ્યોરન્સ કંપનીએ નામંજૂર કરાતા કાર્યવાહી
- ઈન્સ્યોરન્સ કંપનીને સાત ટકા સાદા વ્યાજ સહીત માનસિક ત્રાસ અને કાનૂની ખર્ચના ૩-૩ હજાર ચૂકવવાનો હુકમ