(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આજે ભાજપ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા નર્મદાના રાજપીપલા ખાતે બનાવેલ નવનિર્મિત ભાજપા કાર્યાલય કમલમ ખાતે ભાજપના અપેક્ષિત હોદેદારો સાથે મહત્વની બેઠક યોજી હતી.જેમાં છોટાઉદેપુર અને ભરૂચ લોકસભામાં ભાજપના કાર્યકરોએ કઈ રીતે કામગીરી કરવી અને ભાજપને વધુ લીડ કેવી રીતે મળે એ બાબતે ચર્ચા હાથ ધરવામાં આવી હતી અને અબકી બાર ૪૦૦ પારને લઈ ભાજપ કાર્યકર્તા ઓને હુંકાર કરવામાં આવ્યો હતો.
ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલ આવતીકાલે નર્મદા આવનાર છે ત્યારે કાર્યક્રમને લઈને પૂર્વ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાના અઘ્યક્ષ સ્થાને રાજપીપલા કમલમ કાર્યાલય ખાતે યોજાઈ હતી.જેમાં પૂર્વ ધારાસભ્યો હર્ષદ વસાવા, શબ્દશરણ તડવી,નાંદોદ ના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ,સાંસદ ગીતાબેન રાઠવા,જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ તડવી તથા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલની ઉપસ્થિતીમા કાર્યકરો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી.જેમા લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નર્મદામા આવતી બે લોકસભા ભરૂચ અને છોટાઉદેપુર લોકસભાના ઉમેદવારોને પાંચ લાખથી વધુ મતોથી જીતાડવાના ભાજપાના સંકલ્પને પાર પાડવા આયોજન હાથ ધારાયું હતું અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા આવતીકાલે રાજપીપલા ખાતે રાજ્યના CM ભુપેન્દ્ર પટેલ પધારવાના હોવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
CM સવારે હરસિદ્ધિ માતાના મંદિર દર્શન કરશે.ત્યાર બાદ તેઓ સીધા કમલમ નર્મદા કાર્યાલય રાજપીપલા ખાતે પધારશે અને નવનિર્મિત કમલમ નર્મદા કાર્યાલયની મુલાકાત લેશે ત્યા સમાજિક આગેવાનો સાથે ચર્ચા બેઠક કરશે.કાર્યાલય ખાતે સાધુ સંતોદ્વારા ૮ એપ્રિલ થી શરૂ થનારી નર્મદા પરિક્રમા જુના રૂટ પર ચાલુ થાય એ અંગેચર્ચા કરાશે.
પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અપેક્ષિત કાર્યકરો સાથે વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન આપતાં જણાવ્યું હતુ કે અબકી બાર ૪૦૦ પાર બેઠકો જીતવા પર ભાર મૂકી છોટાઉદેપુરની નાંદોદ વિધાનસભામા ૧.૨૦ લાખ મતોનોનો લક્ષ્યાંક કેવી રીતે પૂરો કરવો તેની રણનીતિ ઘડી કાઢવામા આવી હતી.આ અંગે સાંસદ ગીતાબેન રાઠવા અને નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે માર્ગદર્શન આપ્યું હતું.