ભરૂચ,
જંબુસર ડિવિઝન દ્વારા વાગરા પોલીસ મથકમાં સને 2004 થી જુદા-જુદા ગુનામાં MV એક્ટ 207 તેમજ CRPC 41(1) ડી તથા બિનવારસી હાલતમાં કબ્જે કરેલ વાહનોની હરાજી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામા મુજબ વાગરા પોલીસ સ્ટેશનનાં કમ્પાઉન્ડમાં આગામી 15 દિવસમાં વાગરા મામલતદાર તેમજ નાયબ પોલીસ અધિક્ષક જંબુસર ડિવિઝનનાઓની હાજરીમાં જાહેર હરાજી કરવામાં આવશે.જાહેર હરાજીમાં ભાગ લેવા જી.એસ.ટી ધરાવતા ભંગારના વ્યાપારીઓ જોગ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.વાગરા પોલીસ મથકના પોલીસ સબ ઈન્સ્પેકટર અનિતાબા જાડેજા દ્વારા ભંગારના વ્યાપારીઓને ડિપોઝિટની રકમ ભરી હરાજીનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.ડિપોઝીટની રકમ આગામી 10 દિવસ સુધી વાગરા પોલીસ સ્ટેશન ખાતે સ્વીકારવામાં આવશે. હરાજીમાં ફક્ત જી.એસ.ટી નંબર ધરાવતા વ્યાપારીની પ્રમાણિત નકલ,આધાર કાર્ડની પ્રામાણિત નકલ તેમજ તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો લઈને વાગરા પોલીસ સ્ટેશન ખાતે આવવાનું રહેશે.ડિપોઝીટ જમા કરાવનાર વેપારીઓએ ડિપોઝીટ જમા કરાવ્યા બાદ વાગરા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં રહેલ મુદ્દામાલ જોઈ લેવાનો રહેશે.ઈચ્છુક વેપારીઓને સમયમર્યાદામાં ડિપોઝીટ જમા કરાવા અનુરોધ કરવામાં આવ્યો છે.