ભરૂચ,
લોકોને વિદેશ જઈ રોજગારી મેળવવામાં વધુ ઘેલછા હોય છે.આવી જ એક ઘેલછામાં બે ઈસમોને વિદેશ મોકલવા માટે પોલીસ વેરીફિકેશનમાં કેસ હોવાના કારણે રિજેક્ટ થયા બાદ પણ એજન્ટએ બોગસ પોલીસ વેરીફિકેશન રજૂ કરી કમાણી કરવાનું કૃત્ય કરતા વિદેશ જવાની ઈચ્છા ધરાવતા બે ઈસમો વિદેશ ન જઈ શક્યા પરંતુ જેલ અવશ્ય ગયા છે અને 20 લાખ રૂપિયા વસૂલનાર એજન્ટ કાયદાના સંઘર્ષમાં આવી ગયો હતો અને અન્ય એકને વોન્ટેડ જાહેર કરી એજન્ટ અને સસરાની ધરપકડ કરી સબજેલમાં ઉતારવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ પોલીસ મથકમાં બોગસ દસ્તાવેજ અંગેની ફરિયાદ સરકાર તરફે પોલીસ પોતે ફરિયાદી બની છે.જેમાં વિદેશ જવા માટે સસરા જમાઈએ પોલીસ વેરિફિકેશન માટે સ્થાનિક પોલીસ મથકમાં ઓનલાઈન અરજી કરી હતી અને વિદેશ જવાની ઈચ્છા ધરાવતા બંનેની પોલીસ હિસ્ટ્રીને લઇ તેમની પોલીસ વેરીફિકેશનની અરજી રિજેક્ટ કરવામાં આવી હતી.પરંતુ યાકુબ ઈસ્માઈલ ગજ્જર રહે.સીતપોણ રોડ અસરફી કોલોની ટંકારીયા ભરૂચ તથા મહંમદ સાદ ઉંમરજી પટેલ રહે.ભુટા સ્ટ્રીટ ટંકારીયા ભરૂચનાઓને વિદેશ જવા માટે એજન્ટ મહંમદ સુહેલ અહેમદ મુસા ધેડીવાલાનાઓને વિઝા અને પોલીસ વેરિફિકેશન માટે 20 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ સાથે એજન્ટ મહંમદ સુહેલ અહેમદ મુસા ધેડીવાલાએ યાકુબ ઈસ્માઈલ ગજ્જર તથા મહંમદ સાદ ઉંમરજી પટેલના બોગસ પોલીસ વેરીફિકેશન પ્રમાણપત્રો બનાવી અસલી તરીકે રજૂ કર્યા હોય જે પોલીસ વેરિફિકેશન સાચા છે,તે તપાસ અર્થે પાલેજ પોલીસ મથકે આવ્યા હતા અને તપાસ દરમ્યાન બંને પોલીસ વેરિફિકેશન પ્રમાણપત્ર બોગસ ખોટા હોય અને ઓનલાઈન એપ્લિકેશન ઉપરથી પોલીસ વેરિફિકેશન કોઈના ઉઠાવી તેમાં છેડછાડ કરી અસલી તરીકે રજૂ કર્યા હોય જે બોગસ દસ્તાવેજ રજૂ કરવા બદલ પાલેજ પોલીસ મથકમાં બોગસ પ્રમાણપત્ર બનાવનાર એજન્ટ સહિત બે ઈસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જેમાં એજન્ટ મહંમદ સુહેલ અહેમદ મુસા ધેડીવાલા અને એકની ધરપકડ કરી સબજેલમાં ઉતારવામાં આવ્યા છે.જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વિદેશ મોકલવાની ઘેલછામાં એજન્ટએ બોગસ પોલીસ વેરીફિકેશન રજૂ કરતા જેલ હવાલે
- એજન્ટ અને એકની ધરપકડ કરી ભરૂચ સબજેલમાં ઉતારવામાં આવ્યા તો એકને વોન્ટેડ જાહેર કરાયો