આમોદ,
આમોદમાં એક કપિરાજ વીજ કંપનીના વીજ ટ્રાન્સફોર્મર ઉપર ચઢી જતા તેને વીજ કરંટ લાગ્યો હતો.જેથી તે ત્યા ઉપર જ ચોંટી ગયો હતો.આ જોતા જ સ્થાનિકોએ લાકડી વડે તેને ત્યાંથી હટાવી નીચે ઉતાર્યો હતો.જોકે તેનો જીવ તો બચી ગયો હતો પણ શરીરે દાજી ગયો હતો.
ભરૂચ જીલ્લાના આમોદ ચાર રસ્તા ઉપર આવેલા બરફના કારખાના પાસે વીજ ટ્રાન્સફોર્મરના થાંભલા ઉપરના વીજ તારને અડી જતાં એક કપિરાજને જોરદાર વીજ કરંટનો ઝટકો લાગ્યો હતો.કપિરાજને પેટના ભાગે કરંટ લાગતા તે ઈજાગ્રસ્ત બન્યો હતો.તે વીજ તાર ઉપરથી છૂટીને વીજ ટ્રાન્સફર્મર ઉપર પડયો હતો.કપિરાજને કરંટ લાગતા તે દર્દથી કણસતો હતો ત્યારે સ્થાનિકોની નજર પડતાં તેમણે જીવદયા દાખવી વાંસની મદદથી કપિરાજને નીચે ઉતારી તેનો જીવ બચાવ્યો હતો.ત્યાર બાદ લોકોએ કણસતા કપિરાજ ઉપર પાણીનો છંટકાવ કર્યો હતો.જોકે કપિરાજ થોડો સ્વસ્થ થતાં ત્યાંથી દોડીને ભાગી ગયો હતો.