google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratભરૂચમાં ઘર કંકાસથી કંટારેલી યુવતી મોતની છલાંગ લગાવે તે પહેલા બચાવી લેવાઈ

ભરૂચમાં ઘર કંકાસથી કંટારેલી યુવતી મોતની છલાંગ લગાવે તે પહેલા બચાવી લેવાઈ

ભરૂચ,

ભરૂચના નેશનલ હાઈવે નંબર 8 પરથી પસાર થતા કેબલ બ્રિજ ઉપર નર્મદા નદી માં મોતની છલાંગ લગાવવા માટે ડિવાઈડર ઉપર ચઢેલી યુવતીને બચાવી સ્થાનિક ભાજપ અગ્રણીએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર દોડી આવી યુવતીને પોલીસ મથકે લઈ જઈ તેનું કાઉન્સલીંગ કરી પરિવારને સોંપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચમાં ગતરોજ સંધ્યાકાળના સમયે ઝાડેશ્વરના કેબલ બ્રિજ ઉપર નર્મદા નદી ની રેલિંગ પાસે આપઘાત કરવાના ઈરાદે ડિવાઈડર ઉપર ચઢી કૂદવા જતા જ નજીકથી પસાર થતા ભાજપના અગ્રણી મહેશ નિઝામાએ તાત્કાલિક ગાડી માંથી ઉતરી નદીમાં યુવતી કુદે તે પહેલા જ ખેંચી લીધી હતી અને પૂછપરછ કરતા ઘાટ કંકાસથી આપઘાત કરવા આવી હોવાની કબૂલાત કરી હતી અને ભાજપ અગ્રણીએ આ બાબતે સી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને આપઘાતના વિચાર સાથે આત્મહત્યા કરવા આવેલી યુવતીને સમજાવી પોલીસ મથકે લાવી તેનું કાઉન્સેલીંગ કરી તેની પૂછપરછ કરતા તે ભરૂચના પશ્ચિમ વિસ્તારની રહેવાસી હોવાનું જણાવતા પોલીસે તેના પરિવારને જાણ કરી હતી અને તેની માતાને પોલીસ મથકે બોલાવી યુવતીનો કબ્જો સોંપવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!