ભરૂચ,
ભરૂચ લોકસભા બેઠક માટે લોકસભા કાર્યાલય ભાજપના ઉમેદવારની સેન્સ લેવાની પ્રકિયા હાથધરાઈ હતી.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં બેઠકોનો દૌર શરૂ થઈ ગયો છે.ત્યારે ભરૂચ લોકસભા મધ્યસ્થ ભાજપ કાર્યાલય પર ભાજપ દ્વારા નિમાયેલ નિરીક્ષકો દ્વારા લોકસભામાં સમાવિષ્ઠ સાત વિધાનસભામાં ભાજપના હોદ્દેદારો,ચુંટાયેલા સભ્યો દીઠ અપેક્ષિત ૧૪૦ થી વધુ હોદ્દેદારોના મંતવ્યો નિરીક્ષકોએ સાંભળ્યા હતા.જેમાં ભરૂચ બેઠક માટે ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ મનસુખભાઈ વસાવા,નંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબહેન દેશમુખ,નર્મદા જીલ્લા ભાજપના પ્રમુખ અને દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, જયંતિ વસાવાના નામની હાલ ચર્ચા ચાલી રહી છે.જોકે ભરૂચ ભાજપના સંગઠન માંથી પણ કોઈ ઉમેદવાર આવી શકે તેવી પણ ચર્ચા ભાજપ વર્તુળોમાં ચાલી રહી છે!સેન્સ પ્રકિયા દરમ્યાન સાંસદ મનસુખ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા અને હાજર લોકો સાથે ચર્ચા વિચારણા કરી હતી.
જોકે દર વખતે આ રીતે ભાજપ દ્વારા લેવાતી સેન્સ બાદ અંતે મોવડી મંડળ કોણા નામ પર મહોર મારે છે તે જોવું રહ્યું.