ભરૂચ,
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી અનોખી રીતે થનાર છે.જેમાં સંઘ આગેવાન દ્વારા ૩ લાખથી વધુ રામની કંકોત્રી ભરૂચ જીલ્લાના ઘરે ઘરે પહોંચી આમંત્રણ આપવામાં આવશે.જે કંકોત્રી રૂપી તૈયાર કરાયેલ બોક્ષ રામકુંડ મહંત ગંગાદાસ બાપુની ઉપસ્થિતિમાં પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.જે આગામી દિવસોમાં ઘરે ઘરે પહોંચાડવામાં આવનાર છે.
અયોધ્યયામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા આગામી ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ થનાર છે.આ પ્રસંગન સાક્ષી બનવા દેશ-વિદેશ માંથી હજારો લાખો ભક્તો આવવાની શક્યતા વર્તાય રહી છે.આ શુભ દિન નિમિત્તે ભક્તિના રંગમાં રંગાવા ભરૂચ જીલ્લાભરમાં પણ ભગવાન શ્રી રામનો અક્ષત કળશ રથ સાથે ફરી રહ્યો છે અને ઘર ઘર સુધી પહોંચી રહ્યો છે.ત્યારે આ શુભ પાવન અવસરે સંઘના આગેવાન રામ જન્મ ભૂમિ જન સંપર્ક અભિયાનના સહ સંયોજક રામદેવ પટેલ દ્વારા ઉદ્યોગ નગરી અંકલેશ્વરની મૃગલ ઓફસેટ પ્રિન્ટર ખાતે ૩ લાખથી વધુ બોક્સ બનાવવામાં આવ્યા છે.જે બોક્સ પર શ્રી રામ જન્મ ભૂમિ અયોધ્યયા નવ નિર્મિત મંદિરના ચિત્રો અને ભગવાન રામ, માતા સીતા, લક્ષમણ અને હનુમાજીના ચિત્રો દર્શાવવા સાથે સબકે રામ સબમે રામના સ્લોગન મૂકવામાં આવ્યા છે.જે તૈયાર થયેલ બોક્સ રૂપી કંકોત્રીનું રામકુંડના મહંત ગંગાદાસ બાપુની ઉપસ્થિતમાં મેળવી પૂજન અર્ચન કરી મેળવવામાં આવ્યા હતા.
વડવાઓની જૂની લગ્નની પરંપરા મુજબ ભરૂચ જીલ્લાના ઘરે ઘરે સંઘ,વીએચપી તેમજ બજરંગ દલનાં આગેવાનો કાર્યકરો ભરૂચ જિલ્લાના ૯ તાલુકા અને ૩ નગરમાં ૩ લાખથી વધુ પરિવારને ૧ લી જાન્યુઆરી થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૪ સુધી ઘરે ઘરે જઈ આમંત્રણ આપી આ અવસરમાં સહભાગી થવા અને ઉજવવા રામ જન્મ ભૂમિ જન સંપર્ક અભિયાનના સહ સંયોજક રામદેવ પટેલે જણાવ્યું હતું.
આ સમગ્ર કાર્ય RSS,બજરંગ દલ અને વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા કરવામાં આવનાર છે અને ઐતિહાસિક ક્ષણને માણવા તેમજ પ્રાણ પતિષ્ઠાનાં દિવસે ઘરે ઘરે દિપોત્સહવ કરી ભક્તિના રંગમાં રંગાવા અનુરોધ કરવામાં આવ્યો છે.