ભરૂચ,
ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મીય સંસ્કારધામ ભવન ખાતે પ્રબુધ્ધ નાગરિક સંમેલન પ્રદેશ પ્રવક્તા ભરત ડાંગરની ઉપસ્થિતિમાં યોજાયું હતું.જેમાં શહેરના પ્રબુધ્ધ નાગરિકોને તાજેતરમાં સંસદમાં રજૂ કરાયેલા બજેટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના કોલેજ રોડ પર આવેલા આત્મીય સંસ્કારધામ હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવકતા ભરત ડાંગરની વિશેષ ઉપસ્થિતમાં યોજાયું હતું.જેમાં ભરૂચ જીલ્લા કિશાન,યુવા, મહિલા,વેપાર, ઉદ્યોગ ક્ષેત્ર અને પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને કેન્દ્રીય બજેટ 2024-25 સંબધિત કાર્યક્રમ અંતર્ગત બજેટ તથા બજેટ સબંધિત તમામ ગતિવિધિનો પ્રસાર થાય લોકોમાં બજેટ અંગે વધુમાં વધુ જાગૃતિ આવે તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ અંગે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત ડાંગરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ગરીબો યુવાનો નારી શક્તિ અને અન્નદાતાને ધ્યાનમાં રાખીને લાંબાગાળાનું સર્વસ્પર્શીય સર્વસમાવેશી બજેટ રજૂ કરવામાં આવ્યુ છે અને આ બજેટની સાઈઝ ત્રણ ગણી સુધી વધારે પહોંચી છે. જેમાં આરોગ્ય,ઈન્ફાસ્ટ્રક્ચર અને યુવાનો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.જેનો લાભ જન જનને મળશે.
પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ભરૂચ જીલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા,ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી,મહામંત્રી નિરલ પટેલ,ભરૂચ જીલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.