google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratભરૂચમાં વ્યાજખોર વિરૂધ્ધ પોલીસ દ્વારા જાગૃતિ સેમિનાર યોજી લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું

ભરૂચમાં વ્યાજખોર વિરૂધ્ધ પોલીસ દ્વારા જાગૃતિ સેમિનાર યોજી લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું

- લોન અંગે પાલિકાના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા લોકોને માર્ગદર્શન અપાયું

ભરૂચ,

ભરૂચ પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોર વિરુધ્ધ ચલાવવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત આજરોજ દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ ડીવાયએસપી સી કે પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.જેમાં એ,બી અને સી ડિવિઝન પોલીસ મથક,તાલુકા પોલીસ મથકના નાગરિકો અને આગેવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ભરૂચ શહેર જીલ્લામાં થોડા સમય પહેલાં પોલીસ દ્વારા વ્યાજખોર વિરૂદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.જેમાં સારો પ્રતિસાદ મળ્યો હતો.જેથી આજ રોજ પુનઃ વ્યાજખોરો સામે કાર્યવાહીની ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી ઉપરાંત લોકોમાં જનજાગૃતી આવે તે માટે ગુરૂવારે શહેરના દાંડિયાબજાર સ્વામીનારાયણ મંદિર ખાતે ખાસ લોકજાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં ભરૂચ એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન ડવિઝન તેમજ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના સામાજિક કાર્યકર્તાઓ તેમજ સમાજના આગેવાનો સાથે ડીવાયએસપી સી.કે.પટેલ ઉપસ્થિત રહી ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.જે લોકો ધીરધાર પાસેથી ઉંચા વ્યાજે ઉછીના રૂપિયા લેતાં હોય છે ત્યારે તેઓને ખાનગી ધીરધારોના બદલે ભરૂચ નગરપાલિકા સહિત અન્ય બેંકો માંથી ઓછા વ્યાજે રૂપિયા કેવી રીતે મળી શકે તેની માહિતી પણ આપવામાં આવી હતી.આ પ્રસંગે એ ડીવીઝન પીઆઈ વી.યુ.ગડરિયા, એસઓજી પીઆઈ એ.એ.ચૌધરી, બી ડીવીઝન પીઆઈ એસ.ડી.ફુલતરિયા, સી ડીવીઝન પીઆઈ એન.વી.ભરવાડ અને તાલુકા પોલીસ મથકના પીઆઈ પ્રકૃતિ ઝનકટ સહિત ભરૂચ નગરપાલિકાના સમાજ કલ્યાણ વિભાગના કલ્પના ઉપાધ્યાય,ચૈતાલી વાઘેલા,કિન્નરી બારોટ સહિત તેમનો સ્ટાફ ઉપસ્થિત રહી લોકોને લોન અંગે માહિતી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!