google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeCrimeભરૂચમાં આડાસંબંધોની આશંકાએ પરિવારનો માળો વિખેરાયો : પત્નીએ આપઘાત કર્યા બાદ પતિએ...

ભરૂચમાં આડાસંબંધોની આશંકાએ પરિવારનો માળો વિખેરાયો : પત્નીએ આપઘાત કર્યા બાદ પતિએ પુત્રની હત્યા કરી પોતે ટ્રેન નીચે પડતું મૂક્યું

- પત્નીએ ગળે ફાંસો લગાવી આપઘાત કર્યા બાદ પતિએ ૧૦ વર્ષના બાળકની હત્યા કરી પોતે ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કર્યો - પત્નિ તૃપલના રાજા શેખ નામના શખ્સ સાથે આડા સબંધ હોવાનો પિતા અને ભાઈને કરેલ વોટસઅપ મેસેજમાં ઉલ્લેખ

ભરૂચ,

ભરૂચમાં આડાસંબંધોની આશંકાએ પરિવારનો માળો વિખેરાયો છે.પત્નીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધા બાદ પતિએ ૧૦ વર્ષના બાળકની ગળુ દબાવી હત્યા કરી હતી પોતે ટ્રેન નીચે પડતુ મૂકી આત્મહત્યા કરતા ચકચાર મચી હતી.તો ઘટનાની જાણ થતાં રેલ્વે પોલીસ સહિત ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથધરી હતી.

ભરૂચ રેલ્વે કોલોનીમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.આ ઘટનામાં પત્ની અને પુત્રનો ઘર માંથી મૃતદેહ મળ્યો હતો જ્યારે પતિનો રેલ્વે ટ્રેક પરથી મૃતદેહ મળી આવ્યો હતો.આ ઘટનામાં નોંધાયેલ પોલીસ ફરિયાદ અનુસાર ભરૂચ રેલવેમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા ૪૦ વર્ષીય જતીન મકવાણાની પત્ની તૃપલે રેલ્વે કોલોની સ્થિત ક્વાટરસમાં પંખા સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.ત્યાર બાદ જતીને તેના ૧૦ વર્ષીય પુત્ર વિહાનનું પલંગ પર ગળું દબાવી હત્યા કરી હતી અને પોતે ભરૂચ – અંકલેશ્વર વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. 

આપઘાત કરતા પૂર્વે જતીને તેના પિતાને વોટ્સએપ પર મેસેજ મોકલ્યો હતો.જેમાં તમામ હકીકત દર્શાવી હતી જેના પગલે તેના પિતા અને આખો પરિવાર રાજકોટથી ભરૂચ ખાતે દોડી આવ્યો હતો.બનાવની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.આ મામલામાં મૃતક તૃપલના અન્ય ઈસમ સાથે લગ્નેતર સંબંધો કારણભૂત હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

જતીને અંતિમવાદી પગલા પૂર્વે પિતા અને ભાઈને મોકલેલ વોટ્સએપ મેસેજમાં આ વાતનો ઉલ્લેખ છે.જતીનની પત્નિ તૃપલના રાજા શેખ નામના શખ્સ સાથે આડા સબંધ હતા જે બાબતે બન્ને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા.ગતરોજ આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી અને ત્યાર બાદ પતિએ પુત્રની હત્યા કરી જાતે પણ મોતને વ્હાલુ કરી લીધુ હતુ.પોલીસે આ તમામ પાસાઓને ધ્યાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!