google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratભરૂચમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા વૃક્ષો કાપવાના આક્ષેપો સાથે સ્થાનિકોએ હોબાળો મચાવી વિરોધ...

ભરૂચમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા વૃક્ષો કાપવાના આક્ષેપો સાથે સ્થાનિકોએ હોબાળો મચાવી વિરોધ નોંધાવતા પોલીસે દોડવું પડ્યું

- વિરોધ બાદ વૃક્ષ કાપવાની કામગીરી બંધ કરાયા બાદ પુનઃ વૃક્ષ કાપવામાં આવતા સ્થાનિકોમાં રોષ

ભરૂચ,

ભરૂચના રચના નગરથી ધર્મનગરને જોડતા માર્ગ પર પર્યાવરણ દિવસે ૧૫ થી ૨૦ વૃક્ષોને કૃષિ યુનિવર્સિટીએ દીવાલ બનાવવા માટે કાપ્યા હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.આ મામલે સ્થાનિકોએ વિરોધ નોંધાવી પોલીસ બોલાવી કામગીરી બંધ કરાવી હતી.જોકે ત્યાર બાદ પુનઃ વૃક્ષ કાપવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

ભરૂચના મકતમપુર વિસ્તારમાં નવસારી કૃષિ યુનિવર્સિટી આવેલી છે.જેમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને વૃક્ષોની જાળવણી અને ખેતી અંગે અભ્યાસ કરાવવા સાથે માર્ગદર્શન આપવામાં આવે છે.ત્યારે આજ રોજ સમગ્ર દેશમાં ૫ મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.પરતું મકતમપુર વિસ્તારમાં આવેલી નવસારી કૃષિ યુનિવર્સિટીમાં દ્વારા રચના નગરથી ધર્મનગરને જોડતા માર્ગ દીવાલ બનાવવાની હોય તે સ્થળ પર આજના દિવસે વર્ષો જુના ૧૫ થી ૨૦ વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે રચનાનગરના સ્થાનિકોએ આક્રોશ સાથે વિરોધ નોધાવ્યો હતો.આ અંગે કૃષિ અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થયાં બાદ પોલીસ બોલાવવામાં આવતા હાલ પૂરતી કામગીરી બંધ કરવામાં આવી હતી.

સ્થાનિક રહીશ દિનેશચંદ્ર સોલંકી જણાવ્યું હતું કે,કૃષિ યુનિવર્સિટી દ્વારા જુનામાં જુના વૃક્ષો પહેલા પણ કાપી નાખ્યા હતા પરંતુ આજે તો મૂળમાંથી કાપી નાખવામાં આવ્યા છે.આ વૃક્ષોમાં પક્ષીઓના માળા, બચ્ચાઓ હોવા છતાંય તનું નિકંદન કર્યું છે.આ અંગે કૃષિના અધિકારીનોને કહેવામાં આવતા અમારી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું છે.તેઓ કૃષિના જાણકાર હોવા છતાંય આજના પર્યાવરણના દિવસે વૃક્ષ કાપવાથી ઘણું દુઃખ થયું છે.

તો બીજી તરફ આજ વિસ્તારના સ્થાનિક સામાજીક

કાર્યકર્તા યોગેશ પટેલે જણાવ્યું હતું કે,જે યુનિવર્સિટી યુવા વિદ્યાર્થીઓને કૃષિ અંગે શિક્ષણ આપવામાં આવે છે.ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસે સ્થાનિકોએ ઉછેરેલા ૧૫ થી ૨૦ વૃક્ષો કાપી નાખવામાં આવતા સ્થાનિક લોકોમાં કૃષિ યુનિવર્સિટીમાં સામે આક્રોશ ફેલાયો છે.

સ્થાનિકો વૃક્ષોનું નિકંદન કર્યાના ખોટા આક્ષેપ કર્યા છે આ બાબતે કૃષિ યુનિવર્સિટીના અધિકારી વડોદરીયા એ જણાવ્યું હતું કે, કૃષિ યુનિવર્સિટીના ખેતરોની ફરતે આવેલી કંપાઉન્ડની દિવાલ કેટલાંક વિસ્તારમાં તુટી ગઇ છે. જેના પગલે અમે નવી કંપાઉન્ડ વોલ બનાવવા માટેની કવાતય હાથધરી છે.જે માટે કામગીરીને નડતરરૂપ કેટલાંક છોડવા દૂર કરવા પડ્યાં હતાં.જોકે, વિસ્તારના સ્થાનિક રહિશોને તેમનો રસ્તો પહોળો કરવો હોઈ અમને દિવાલ અંદરની સાઈડથી બનાવવા જણાવ્યાં બાદ વૃક્ષોનું નિકંદન કર્યાના આક્ષેપ કરી ખોટો વિવાદ ઉભો કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!