ભરૂચ,
ભરૂચ જીલ્લામાં સોશ્યલ મીડિયાના જમાનામાં સગીરાઓ બળાત્કારનો ભોગ બની રહી હોય તેવા ચોકાવનારા અહેવાલો વચ્ચે શક્તિનાથ વિસ્તારમાં એક સોસાયટીમાં ઘરકામ કરવા આવતી મહિલાની દીકરીને સોસાયટીનો નરાધમ એકટીવા ઉપર ભગાડી રાત્રિ દરમ્યાન તેણીની સાથે બળાત્કાર ગુજારીયો હોવાનો ભાંડો ફૂટ્યો હતો.પોલીસે નરાધમ સામે બળાત્કાર અપહરણ પોકસો એક્ટ હેઠળ દાખલ કરી જેલ સવારે એક કરી દીધો છે.
ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકે ભોગ બનનારની માતાએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણી આક્ષેપ કર્યો છે કે હું શક્તિનાથ નજીકની એક સોસાયટીમાં ઘરકામ કરવા આવતી અને સાથે મારી સગીર વયની ૧૪ વર્ષની દીકરી પણ મારી સાથે જ આવતી અને તે દરમિયાન નારાયણ સ્કૂલ નજીકની સોસાયટીમાં રહેતા પરમેશ્વર પરાગ કહાર નામના યુવક સાથે સગીરા સંપર્કમાં આવી હોય અને બંને એટલે કે યુવકે સગીરાને તેનો મોબાઈલ નંબર આપ્યો હોય અને બંને સંપર્કમાં રહેતા ફરિયાદીને સગીર દીકરીએ કહ્યું હું આવું છું તેમ કહી રફુચક્કર થઈ ગઈ હતી તપાસ દરમ્યાન પરમેશ્વર કહાર નામનો યુવક ફરિયાદીની દીકરીને ભગાડી ગયો હોય અને રાત્રી દરમિયાન અંકલેશ્વર નરાધમની નાનીના ઘરે રોકાય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોય તેઓ ખુલાસો થતા પોલીસે નરાધમ પરમેશ્વર પરાગ કહાર ની ધરપકાર કરી બંનેનું મેડિકલ પરીક્ષણ કરાવી આરોપી સામે બળાત્કાર અપહરણ પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીને જેલ હવાલે કરાયો છે.
– બાળકોને મોબાઈલ આપવો જોખમી
સોશ્યલ મીડિયાના જમાનામાં મોબાઈલ બાળકોને આપો લાલબત્તી સમાન સાબિત થઈ રહ્યો છે ૧૪ વર્ષીય સગીરાએ માતાનો મોબાઇલ ઉપરથી નરાધમ યુવક સાથે સંપર્કમાં રહી તેમજ સગીરા માતાના મોબાઈલ ઉપરથી ફોન ઉપર વાત કરી નંબરો ડીલીટ કરી નરાધમ સાથે લગ્નની લાલચે ભાગી જતા આખરે માતાના જ મોબાઈલ માંથી સગીરા ફોન કરતી હોવાનું પણ સામે આવ્યું છે જેના પગલે વાલીઓ માટે પણ આ કિસ્સો લાલબત્તી સમાન સાબિત થઈ રહ્યો છે.