google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeCrimeભરૂચમાં સગા બાપે સગી દીકરીને હવસનો શિકાર બનાવી ગર્ભવતી કરતા સાવકી માતાની...

ભરૂચમાં સગા બાપે સગી દીકરીને હવસનો શિકાર બનાવી ગર્ભવતી કરતા સાવકી માતાની હિંમતથી પીડિતાએ ફરિયાદ નોંધાવી

ભરૂચ,
ભરૂચ જિલ્લાના એક પોલીસ મથકમાં સગી દીકરી ભોગ બનનારે સગા બાપ ઉપર ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાવી છે જેમાં સગા બાપે જ પોતાની જ દીકરી ઉપર વારંવાર બળજબરી પૂર્વક દુષ્કર્મ કરી ગર્ભપાત પણ પડાવી નાની ઉંમરમાં જ કોઈપણ જાતના લગ્ન કરાવ્યા વિના બીજે છોકરા સાથે રવાના કરી દેતા અને સગીરા પરત આવતા સગા બાપે ફરી વારંવાર બળાત્કાર ગુજારતા અને સગા બાપ થકી સગી દીકરી ગર્ભવતી બનતા આખરે સાવકી માતાની હિંમતથી પીડિતાએ ભરૂચ પોલીસ મથકમાં સગા બાપ સામે બળાત્કાર અપહરણ પોકસો અને બાળ લગ્ન એક્ટ હેઠળ સગા બાપ સહીત પત્ની બનાવીને રાખનાર યુવક સામે ફરિયાદ નોંધાવી છે.
ભરૂચના પોલીસ મથકમાં ભોગ બનનાર પીડીતાએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણી આક્ષેપ કર્યો છે ગત વર્ષ 2022 ના 10મા મહિનામાં ફરિયાદીને તેના પિતા પાલક માતા સાથે બનતું ન હોય અને તે સમયે ફરિયાદીને હવસખોર પિતા તેના મૂળ વતન મધ્યપ્રદેશ રહેતા જ્યાંથી તેમની સાથે ફરિયાદી તેણીની પાલક માતા ભરૂચ ખાતે રહેતી હતી અને ફરિયાદીના પિતાના બીજા બાળકો અટાલી ખાતે અભ્યાસ કરતા હતા તે દરમિયાન પિતા નરાધમ ફરિયાદીને અમદાવાદથી મહેસાણા વચ્ચે કોઈ જગ્યાએ કડિયા કામની મજૂરી માટે લઈ ગયેલા અને ત્યાં એક મહિના જેટલો સમય પતરાના ઝૂંપડામાં રોકાયા હતા અને તે સમયે સગા પિતાએ જ રાત્રિના સમયે સગી દીકરી ફરિયાદી ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ કરી તેણીને ધમકી આપી હતી કે તું કોઈને આ બાબતે કહીશ તો તને જીવતી નહીં રહેવા દઉં જેથી સગી દીકરી ડરી ગઈ હતી અને સતત અલગ અલગ રાત્રીએ સગા પિતાએ 8 થી 10 વખત સગી દીકરી ઉપર દુષ્કર્મ કરી તેણીને ગર્ભવતી કરી હતી અને નરાધમ પિતાને ખબર પડી કે દીકરીના પેટમાં ગર્ભ રહી ગયો છે તો નરાધામે પુરાવાનો નાશ કરવા માટે નજીકમાંથી દેશી ઝાડના મૂળિયાની દવા પીવડાવી ગર્ભ પડાવ્યો હતો.
ફરિયાદમાં એવા પણ આક્ષેપ કર્યા છે કે બળાત્કારી સગા પિતા મજૂરી કામ કરવા માટે વડોદરા ખાતે એકલા જતા રહેલ અને તેના થોડા દિવસ પછી નરાધમ પિતા પાલક માતા સાથે જામદા ખાતે ફરિયાદી તથા તેની સાવકી માતાને લેવા માટે આવતા ફરિયાદી વડોદરા ખાતે આવી હતી અને વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી સરકારી મકાનમાં વડોદરા ખાતે ભાડેથી રહેતા હોય ત્યાં પણ 15થી વધુ દિવસ ફરિયાદી રોકાયેલ અને તે સમયે પણ પાલક માતા રસોડાના કામ કરવા માટે રાત્રીએ બહાર જતા જ સગી દીકરીનો એકલતાનો લાભ લઇ હવસખર પિતા ત્યાં પણ સગી દીકરી ઉપર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી દીકરીને ગભૅ રહ્યો હતો તે વાત છુપાવવા માટે સગા બાપે પોતાનું પાપ છુપાવવા સગી સગીર વયની દીકરી હોવા છતાં દાહોદના સતીશ નરપત મેડાને બોલાવી તેણીની સાથે કોઈપણ જાતના લગ્ન કરાવ્યા વિના પત્ની તરીકે રવાના કરી હતી અને સતીશ મેડા પણ સગીર વયની દીકરીને પત્ની બનાવીને રાખતો હતો અને સગા બાપ થકી સગીરવયની દીકરી ગર્ભવતી હોય તેનું પાપ છુપાવવા માટે સગા બાપે સગીરવયની ઉંમરે જ દીકરીને બીજા સાથે રવાના કરી દીધી હતી.
સમગ્ર પ્રકરણનો ભાંડો તો ત્યારે ફૂટ્યો જ્યારે મધ્યપ્રદેશ ખાતે ફોઈના છોકરાના લગ્નમાં ફરિયાદી આવી હતી તે દરમિયાન લગ્નમાં તેણીને તેની પાલક માતા સાથે ભેટો થયો અને ભોગ બનનાર ફરિયાદીએ સગા બાપે કરેલું કૃત્ય સાવકી માતાને કહેતા જ સૌપ્રથમ સાવકી માતાની પગ તળેની જમીન ખસી ગઈ હતી અને તેઓ અનુભવ કર્યો અને ફરિયાદી થોડા દિવસ માટે સાવકી માતાના ઘરે ભરૂચ આવી હતી અને તે દિવસે પણ સતત અલગ અલગ દિવસે સગા બાપે જ દીકરી ઉપર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારીયો હતો.
સાવકી માતા ભરૂચની હોસ્પિટલમાંથી નોકરી કરી પરત ઘરે આવી તે દરમિયાન ભોગ બનનાર ઘરમાં રડી રહી હતી અને રડતી દીકરીને સાવકી માતાએ પૂછ્યું શું થયું કેમ રડે છે અને સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો સગો બાપ પોતાની હવસ પોતાની સગી દીકરી ઉપર સંતોષી રહ્યો હતો અને આ બાબતે સાવકી માતા અને દીકરીએ નરાધમ બાપને કહેતા જ ઉશ્કેરાયેલા બાપે સાવકી માતા અને ભોગ બનનાર દીકરીને ઢોર માર મારી અને અંતે સગીરાના પેટમાં જે ગર્ભ છે તે પણ તેના બાપ થકી જ હોવાનો ખોલાશો થતા આખરે સાવકી માતાની હિંમતથી સગી દીકરીએ ભરૂચના પોલીસ મથકમાં પહોંચી નરાધમ સગા બાપ સામે તથા જે યુવકે ભોગ બનનારને નાની ઉંમરે લગ્ન વિના પત્ની બનાવી હતી તેની તથા સગા બાપ સામે ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાવી દિધી અને પોલીસે પણ બંને નરાધમો સામે બળાત્કાર પોકસો અપહરણ અને બાળ લગ્ન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે

 • સગા બાપે પોતાનું પાપ છુપાવવા સગી દીકરીને સગીર વયની ઉંમરે જ લગ્ન વિના જ દાહોદના યુવાન સાથે રવાના કરી હતી
  ફરિયાદીએ ફરિયાદમાં ગંભીર આક્ષેપ કર્યા છે કે સગીર વયની દીકરીના પેટમાં ગર્ભ હોય છતાં પણ તે પાપ છુપાવવા માટે સગીર વયની દીકરીના દાહોદ ખાતે રહેતા સતીશ મેડા સાથે કોઈપણ જાતના લગ્ન કરાવ્યા વિના બાળ લગ્ન કરાવી ભોગ બનનારને રવાના કરી હતી જોકે સમગ્ર ઘટનામાં પોલીસે નાની ઉંમરની સગીરા સાથે બાળ લગ્ન અને પત્નીની જેમ રાખવા મૂળતીયા સતીશ નરપત મેડા રહે દાહોદનાઓ સામે પણ પોસ્કો બળાત્કાર અને અપહરણ તથા બાળ લગ્ન એક્ટ હેઠળ દાખલ કર્યો છે.
 • નરાધમે પ્રથમ પત્ની સાથે છૂટાછેડા બાદ બીજા લગ્ન કર્યા હતા : ફરિયાદીના આક્ષેપ
  સગી દીકરી ઉપર વારંવાર બળજબરીપૂર્વક બળાત્કાર કરી ગર્ભવતી બનાવનાર નરાધમની પ્રથમ પત્ની સાથે છૂટાછેડા બાદ બીજી મહીલા સાથે લગ્ન કર્યા હતા અને સગા બાપે સગી દીકરી ઉપર જ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારીયો હોવાના પ્રકરણમાં સાવકી માતાએ જ દીકરીને હિંમત આપી ભરૂચના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આખરે ગુનો દાખલ કર્યો છે અને નરાધમ સગા બાપ અને દાહોદના બની બેઠેલા પતિની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
 • છેલ્લા દોઢ વર્ષથી સગા બાપ અને પર પુરુષથી બળાત્કારનો ભોગ બનેલી સગીરાને પોલીસે ન્યાય અપાવવા તાત્કાલિક કરી કાર્યવાહી
  સગા બાપે હવસ સંતોષીયા બાદ સગી દીકરીના નાની ઉંમરે જ અન્ય યુવક સાથે પોતાનું પાપ છુપાવવા માટે પત્ની તરીકે પધરાવી દેતા આખરે ફરિયાદ નોંધાય છે અને પોલીસે બંને નરાધમો સામે ઇપીકો કોડની કલમ 323,366(A),376(2),(F)(H)(J)(N),504,506(2) તથા પોક્સો એક્ટ 4,6,10 તથા બાળ લગ્ન અટકાયત અધિનિયમ કલમ 11 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
 • કોણ છે નરાધમ બાપ અને નકલી પતિ…?
  (1) સગો બાપ નામ બદલ્યું છે : મહેશ સિગાડ હાલ રહે.ભરૂચ
  (2) નકલી પતિ :સતીશ નરપત મેડા રહે.દાહોદ પોલીસે આ બંને નરાધમોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!