ભરૂચ,
ભરૂચ નગરપાલિકાને સાયખા ગામે અઢી કરોડની ડમ્પિંગ સાઈટ આપવામાં આવી છે.જે ડમ્પિંગ સાઈટ ઉપર પાલિકા દ્વારા કચરો નાંખવામાં આવતા સ્થાનિકોએ વિરોધ કરતા પાલિકાએ બંધ કરવાની નોબત આવી હતી.જે બાદ છેલ્લા સાડા ત્રણ વર્ષથી નગરપાલિકા થામ ગામે ખેડૂતની જમીન રાખી ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટ ચલાવી રહ્યા હતા.પરંતુ હવે આ ગામના ગ્રામજનો પણ વિફળયા છે અને ફરી કચરાના વાહનો સાથે થામ ગામે 100 થી વધુ વાહનો આવતા જ ગ્રામજનો વિફળતા એસડીએમ,મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ ઉપર આવતા ગ્રામજનો પોતાની જીદે અળગતા રહેતા અધિકારીઓ અને કચરાના વાહનો સાથે પરત ફરવું પડયું હતું.
ભરૂચ તાલુકાના થામ ગામમાં નગરપાલિકાએ છેલ્લા ઘણા સમયથી ખેડૂતની જગ્યા ભારે રાખી ડમ્પિંગ સાઈટ ઉભી કરી હતી.જે ડમ્પિંગ સાઈટના પગલે વારંવાર ગ્રામજનોના વિરોધના વંટોળ વચ્ચે પાલિકાના અધિકારીઓએ ગ્રામજનોને ત્રણ અને છ મહિનાના વચનો આપી ડમ્પિંગ સાઈટ ચાલુ રાખી હતી અને અંતમાં વધુ ત્રણ મહિના માટે ડમ્પિંગ સાઈટ ચલાવવા માટે નગરપાલિકાએ લેખિતમાં ગ્રામજનોને બાંહેધરી આપી હતી.જેના પગલે ત્રણ મહિના બાદ વધુ મહિનાઓ વિત્યા બાદ પણ ડમ્પિંગ સાઈટ બંધ થઈ ન હતી.હાલમાં જ ચોમાસાની સિઝનનો પ્રારંભ થતા જ રોગચાળાના ભયને લઈ ગ્રામજનોએ ડમ્પિંગ સાઈટ બંધ કરાવી હતી.જેથી ભરૂચ નગરપાલિકા ફરી એકવાર ડમ્પિંગ સાઈટ વિનાની રહેતા ડોર ટુ ડોરના ૫૦ થી વધુ વાહનો તેમજ ટ્રેકટર સહીત અન્ય વાહનો કચરાથી ભરચક પડયા હતા અને આખા ભરૂચ શહેરમાં કચરાના ઢગલાઓ જામ્યા હતા.જેના પગલે કચરાના નિકાલ માટે નગરપાલિકાના ચીફ ઓફિસરે જાતે જ મક્તમપુર બોર ભાઠા બેટ નર્મદા બંગ્લોઝ સોસાયટી નજીક શ્રીજી વિસર્જન માટે બનાવવામાં આવતા જળકુંડ નજીક પ્રાયમરી કલેક્શન સેન્ટર ઉભું કર્યું હતું જેની સામે સ્થાનિકોના વિરોધના વંટોળ સાથે ટોળા સ્થળ ઉપર ઉમટી પડતા આ સાઈટ પણ ૨૪ કલાકમાં બંધ કરવાની નોબત આવી હતી.બીએનઆઅઈ ન્યૂઝ
નગરપાલિકા ડમ્પિંગ સાઈટ વિનાની રહેતા પહેલા જ્યાં થામ ગામે ડમ્પિંગ સાઈટ ચાલતી હતી ત્યા ફરી એકવાર ડમ્પિંગ સાઈટ ઉપર કચરાનો નિકાલ કરવા વાહનો પહોંચતા જ સ્થાનિક આજુબાજુના ગ્રામજનોના સરપંચો ગ્રામજનો સાથે ડમ્પિંગ સાઈટ ઉપર વિરોધ કરવા ઉતરી આવતા પોલીસના કાફલા સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ,મામલતદાર માધવી મિસ્ત્રી,એસડીએમ મનીષા માનાણી સહીતનાઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા ગ્રામજનોને સમજાવવાના પ્રયાસો હાથધર્યા હતા.રોષે ભરાયેલા ગ્રામજનોને અધિકારીઓ સમજાવતા હતા તે દરમ્યાન ડમ્પિંગ સાઈટ ઉપર અધિકારીઓ માખીઓને સાડી અને દુપટ્ટા વડે ઉડાવતા મોબાઈલ વીડિયોમાં કેદ થયા હતા.જો અધિકારીઓ માત્ર ગણતરીની મિનિટમાં દુર્ગંધ સહન ન કરી શકતા હોય તો ગ્રામજનો તો છેલ્લા ત્રણ વર્ષથી દુર્ગંધ સહન કરતા આવ્યા છે અને ગોળી મારવી હોય તો મારી દો કચરો તો નાંખવા નહિ દઈએ તેમ કહી બે કલાક વિરોધ દર્શાવતા તમામ અધિકારીઓ કચરાના વાહનો સાથે વિલા મોઢે પરત ફર્યા હતા.બીએનઆઅઈ ન્યૂઝ
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેરના કચરાને લઈને પાલિકા ઘણા સમયથી વિવાદમાં રહી છે.પાલિકા પાસે કોઈ કાયમી ડમ્પિંગ સાઈટ ન હોવાને કામ ચલાઉ ડમ્પિંગ સાઈટ ઉભી કરી કચરાનો નિકાલ કરી રહી છે.પરંતુ સ્થાનિકોના વિરોધને લઈને સાઈટ બંધ કરવામાં આવતા શહેરમાં કચરાના ઢગલાઓ જામતા શહેર સ્વચ્છ ભરૂચ,સ્વસ્થ ભરૂચ ની જગ્યાએ ગંદુ ભરૂચ,ગોબરું ભરૂચ બની રહ્યું છે.પાલિકામાં છેલ્લા ૩૦ વર્ષથી ભાજપનું સાશન હોવા છતાં કાયમી ડમ્પિંગ સાઈટ ઉભી કરી શક્યું નથી.પરંતુ હાલમાં સર્જાયેલા ડમ્પિંગ સાઈટના મુદ્દે ધારાસભ્ય,સાંસદ સભ્ય કે પછી ભાજપના કોઈ આગેવાનો આગળ આવી ડમ્પિંગ સાઈટનો કાયમી નિકાલ કરવામાં નિષ્ફળ રહ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.બીએનઆઅઈ ન્યૂઝ
ભરૂચના થામ ગામે ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટ ઉપર કચરો ઠાલવવા વાહનો જતા ગ્રામજનો વિફળ્યા : ભાજપના સત્તાધીશો કાયમી ડમ્પિંગ સાઈટ મુદ્દે નિષ્ફળ?
- પોલીસ કાફલા સાથે એસડીએમ,મામલતદાર,ચીફ ઓફિસરે ગ્રામજનોને મનાવવાના પ્રયાસ કર્યા છતાં ગ્રામજનો અડીખમ રહેતા કચરાના વાહનો સાથે પરત ફર્યા