(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાણીમાં વારંવાર ચોરીઓ થઈ રહી છે ત્યારે પોલીસની ઢીલી નીતિને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.વારંવાર ચોરી તો થઈ રહી છે પરંતુ ચોરો ઝડપાતા નથી.આ મામલે વધુ વિગતો માટે પત્રકારો દ્વારા કરાલી પોલીસ સબ ઇન્સ્પેકટર ને અનેક વાર ફોન કરવામાં આવ્યા પરંતુ ફોન ઉપાડી રહ્યા નથી.ઉલ્લેખનીય છે કે,૨૦૧૯ થી ચોરી થઈ રહી છે કલારાણી ગામમાં દર ત્રણ મહિનામાં એક વાર નાની મોટી ચોરી થઈ રહી છે.તારીખ ૩૦/૮/૨૦૨૩ ના રોજ કલારાણીના સરપંચના ઘરેથી જ ૮થી ૯ લાખના મુદ્દામાલ ની ચોરી થયેલ થોડા સમય માટે તેની તપાસ પણ ચાલેલ પરંતુ ચોરો પકડાયેલ નહિ.ત્યારે હાલ થોડા દિવસ પહેલા કલારાણી ગામ માંથી કોળી બાલકૃષ્ણભાઈ રઘા ભાઈના વાળા માંથી ટ્રેકટરની ટ્રોલીની ચોરી થયેલ છે તેમ જાણવા મળેલ છે.ત્યારે તેના ત્રણ દિવસ પહેલા તારીખ ૧/૯/૨૪ ના રોજ રાજપુર ગામમાં ત્રણ મકાનના તાળા તોડવામાં આવેલ તેમાં તડવી ધરમભાઈ નટુભાઈના મકાન માથી ૪૦,૦૦૦ જેટલા ઘરેણાં તેમજ રોકડ રકમની ઉઠાંતરી કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે કલારાણી ગામમાં ગામ લોકો તેમજ દુકાનદારો દ્વારા અંદાજિત ૩ મહિના જેટલા સમય માટે નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવેલ ગામ લોકો રાત જાગી દુકાનો સાચવતા હતા તે સમયે ચોરી થવાનું બંધ થયેલ.ત્યારે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે જો અમે રાત જાગી સાચવી રહ્યા છે તો ચોરી થઈ રહી નથી.તો પોલીસ પેટ્રોલિંગ કરે છે તો ચોરી કેમ અટકતી નથી?આમ વારંવાર ચોરી થઈ રહી છે છતાં પોલીસ દ્વારા આ ટોળકીઓ પકડાઈ રહી નથી. ત્યારે પોલીસ સક્રિય થઈ તત્વરે આવી ચોર ટોળકીઓને પકડી જેલ ભેગા કરે તે ખૂબ જરૂરી બન્યું છે.