(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકાના દેવલા પ્રાથમિક કન્યા શાળા જ્યાં આશરે ૨૮૦ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે અને એક વર્ષથી ગણિત,વિજ્ઞાન જેવા અગત્યના વિષય માટે શિક્ષકોની નિમણુંક નહીં કરાતા વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રહેવાનો વારો આવ્યો છે અને પાયાના શિક્ષણથી બાળકીઓ વંચિત છે.સદર શિક્ષકોની ઘટ બાબતે દેવલાના આસિફભાઈ ઈકબાલભાઈ નાક વાલા દ્વારા ઘટ બાબતે શિક્ષણ મંત્રી સહિત અન્ય અધિકારીઓની રજૂઆત કરવામાં આવી છે.તેમ છતાંય આજે દિન સુધી ગણિત, વિજ્ઞાનના એક પણ શિક્ષકની નિમણૂક કરવામાં આવી નથી,આમ તો સરકાર બેટી બચાવો,બેટી પઢાવોના નારા લગાવે છે.પરંતુ દેવલાની શાળામાં જ દીકરીઓ ગણિત વિજ્ઞાન પાયાના વિષયોના શિક્ષણથી વંચિત રહી ગયા છે.જેને લઈ દેવલાના વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.