google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratભરૂચના ભોલાવ પંચાયત વિસ્તારમાં ધારાસભ્યના હસ્તે ૧.૫૪ કરોડના ૨૦ જેટલા વિવિધ પ્રકલ્પોના...

ભરૂચના ભોલાવ પંચાયત વિસ્તારમાં ધારાસભ્યના હસ્તે ૧.૫૪ કરોડના ૨૦ જેટલા વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહર્ત યોજાયા

ભરૂચ,

ભરૂચના ભોલાવ પંચાયતના વિસ્તારમાં ભરૂચના ધારાસભ્ય અને જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષના વરદ હસ્તે રૂ.૧.૫૪ કરોડના ખર્ચે ૨૦ જેટલા વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહુર્ત વિધિ યોજાઈ હતી.જેમાં પંચાયત સરપંચ, ઉપસરપંચ સહિત ચૂંટાયેલા સભ્યો અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

આગામી સમયમાં લોકસભાની ચુંટણીઓની તારીખો જાહેર થવાની સંભાવનાઓ છે.ત્યારે ભાજપ દ્વારા લોકોના બાકી રહેલા વિકાસના કામો કરાવવા માટે જોર પકડી અનેક કામોના ખતમહુર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.ત્યારે ભરૂચ શહેરના ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂ.૧.૫૪ કરોડના ખર્ચે ૨૦ જેટલા વિવિધ પ્રકલ્પો દ્વારા અનેક વિકાસના કામો થઈ રહ્યા છે.ત્યારે આજરોજ ભોલાવ વિસ્તારમાં આવેલી શહેરના અલખનંદા સોસાયટી ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રીના વરદ હસ્તે રોડ,રસ્તા,પેવર બ્લોક, પાઈપ લાઈન,ગટર લાઈન, કમ્પાઉન્ડ વોલ સહિતના રૂ.૧.૫૪ કરોડના ખર્ચે ૨૦ જેટલા વિવિધ પ્રકલ્પોની લોકાર્પણ અને ખાતમુહુર્ત વિધિ યોજાઈ હતી.

આ પ્રસંગે ભોલાવ પંચાયતના સરપંચ નિમિષા પરમાર, તાલુકા પંચાયત સભ્ય ગોવિંદ પાટણવાડીયા,ઉપ સરપંચ યુવરાજસિંહ,જિલ્લા યુવા મોરચા પ્રમુખ રૂષભ પટેલ સહિત ગામના ચૂંટાયેલા સભ્યો અને સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!