જંબુસર,
જંબુસરની સગી બે બહેનોને ડ્રગ્સના ઈન્જેક્શન આપી દુષ્કર્મ આચરવાના કેસમાં પોલીસ બે આરોપીઓને હજી શોધી રહી છે.ત્યાં તેમણે ભરૂચના દેરોલના ઈલ્યાસ નામના શખ્સ પાસેથી એમડી ડ્રગ્સ ખરીદયુ હોવાનું તપાસમાં ખુલ્યું હતું.જેના પગલે ટીમે દેરોલ ગામના ઈલ્યાસ અલી હુસેન મલેકની ધરપકડ કરી હતી.ઝડપાયેલાં ઈલ્યાસને કોર્ટમાં રજૂ કરતાં અદાલતે તેના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા.ત્યારે ઈલ્યાસ કોની પાસેથી ડ્રગ્સ લાવતો હતો.ડ્રગ્સ રેકેટમાં અન્ય કોણ કોણ છે તે સહિતની વિગતો પોલીસે મેળવવાની કવાયત હાથધરી છે.